• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Controversy Over Change Of Venue Ahead Of Union Minister's Meeting At Ugargam Seat, BJP Leaders Hold Overnight Meeting To Denounce Anti party Activities

'મોદી તુજસે વેર નહીં પણ પાટકર તેરી ખેર નહી':ઉમેરગામમાં કેન્દ્રીય મંત્રીની સભા પૂર્વે સ્થળ બદલવામાં આવતા વિવાદ, ભાજપના અગ્રણીઓએ બેઠક કરી પાર્ટી વિરોધી કામગરીનો હુંકાર કર્યો

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની ઉમરગામ વિધાનસભા બેઠક પર કેન્દ્રીય મંત્રીની સ્મૃતિ ઈરાનીની સભા યોજાવાની છે. જોકે, સભા પૂર્વે સભા સ્થળ બદલવામાં આવતા વિવાદ થયો છે. કેટલાક ભાજપના જ અગ્રણીઓએ રાતોરાત બેઠક કરીને પાર્ટી વિરોધી કામગીરી કરવાનો હુંકાર કર્યો હતો. ઉમરગામ બેઠકના ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકરને હારાવવા કામ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીની સભા પહેલા સરીગામ GIDC નજીક ફણસા રોડ, પાવર હાઉસ સામે રાખવામાં આવી હતી. જેની જગ્યાએ ભાજપ દ્વારા સરીગામના અગ્રણી રાકેશ રાય અને તેમના સમર્થકોને વિશ્વાસમાં લીધા વીના સભા સ્થળ JBF પાર્કિંગ, બાયપાસ રોડ, હિલ વ્યુ પાર્ક સામે રાખવામાં આવતા ભારે નારાજગી જોવા મળી હતી.

ભાજપની લોબીમાં વિવાદ
વલસાડ જિલ્લાની ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા પૂર્વે ભાજપની લોબીમાં મોટો વિવાદ સર્જાયો હતો.'મોદી તુજસે વેર નહીં પણ પાટકર તેરી ખેર નહી'ના નારા પણ લગાવવામાં આવ્યાં હતા.

સ્થાનિક અગ્રણીઓમાં નારાજગી
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો રંગ જામ્યો છે. રાજ્યમાં પ્રથમ ચરણના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જીતવા અનેક સ્ટાર પ્રચારક મેદાનમાં ઉતાર્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી અને સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર આજે પ્રચાર માટે આવવાના છે. જોકે, તે પૂર્વે સભા સ્થળ સરીગામથી બદલી નાખતા સરીગામના સ્થાનિક અગ્રણીઓમાં નારાજગી જોવા મળી હતી.

અગ્રણીઓ તેમજ ગ્રામજનોએ બેઠક કરી વિરોધ વ્યક્ત કર્યો
સરીગામના રાકેશ રાય અને તેમના સમર્થકોએ સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીની સભા સરીગામ GIDC નજીક ફણસા રોડ, પાવર હાઉસ સામે રાખી હતી. જેની જગ્યાએ ભાજપ દ્વારા સરીગામ રાકેશ રાય અને તેમના સમર્થકોને વિશ્વાસમાં લીધા વીના સભા સ્થળ JBF પાર્કિંગ, બાયપાસ રોડ, હિલ વ્યુ પાર્ક સામે રાખવામાં આવતા સરીગામના ભાજપના અગ્રણી રાકેશ રાય અને તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જેથી રાકેશ રાય અને સરીગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનોએ રાત્રે એક બેઠકનું પણ આયોજન કર્યું હતું. જેમાં 'મોદી તુજસે વેર નહીં પર પાટકર તેરી ખેર નહી' ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપના જ ઉમેદવારને હરાવવા ચીમકી ઉચ્ચારી
સરીગામના અગ્રણીઓની BJP દ્વારા અવગરણ થતા નારાજગીના પરિણામના ભાગ રૂપે ઉમરગામ બેઠક BJPએ ગુમાવવી પડશે તેવો હુંકાર કર્યો હતો. સરીગામના રાકેશ રાયે રમણલાલ પાટકરને હરાવવા કામ કરશે તેવી ચીમકી સભામાં ઉચ્ચારવામા આવી હતી. સમગ્ર સભાનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...