તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:વલસાડ શહેરની કોલેજોની ગ્રાન્ટમાં કથિત ગેરરીતિ મુદ્દે વિગત ન મળતા વિવાદ વકર્યો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસો અગાઉ ગંભીર આક્ષેપો સાથે માહિતી માંગવામાં આવી હતી
  • આરટીઆઇમાં ગોળગોળ જવાબો આપતાં એબીવીપીએ પ્રશ્નો ઉઠાવ્યા

વલસાડની કોલેજોમાં રાષ્ટ્રિય ઉચ્ચ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાં કથિત ગેરરીતિનો આક્ષેપ કર્યા બાદ એબીવીપીએ આરટીઆઇ હેઠળ કોલેજો પાસે માહિતી માગતાં ગોળ ગોળ જવાબો આપવાના આક્ષેપ સાથે વધુ વિવાદ સર્જાયો છે.આ મામલે એબીવીપીએ કોલેજ સત્તાવાળાઓ દ્વારા બીલ સહિતની અન્ય વિગતો માગવા છતાં યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હોવાની રાવ કરી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વલસાડની કોલેજો માટે રાષ્ટ્રિય ઉચ્ચ શિક્ષા અભિયાન હેઠળ અપાયેલી ગ્રાન્ટોમાં મોટાપાયે ગોબાચારીનો આક્ષેપ કરી તપાસની માગ કરી હતી.

વલસાડ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંયોજક કેવિન પટેલે સાયન્સ અને કોર્મસ કોલેજ પાસે રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ માહિતી માગતા જે પ્રકારે પત્રકમાં જવાબ આપવાના હોય તે કોલેજો દ્વારા અપાયા ન હોવાનો આક્ષેપ કર્યો છે.ગ્રાન્ટ હેઠળ જે કામો થયા હોય તેના બિલો,ટેસ્ટિંગ રિપોર્ટ જેવી સામાન્ય માહિતી માગવા છતાં મંડળના સંચાલકો દ્વારા ગોળગોળ જવાબો આપ્યા હોવાનો એબીવીપી જિલ્લા સંયોજક કેવિન પટેલે જણાવ્યું છે.

કેવિન પટેલે જણાવ્યું હતું કે,આ મામલે આધારો અને ચોક્કસ વ્યક્તિઓના સ્ટેટેમેન્ટ સરકારમાં રજૂ કરવામાં આવશે.કોલેજોમાં ગ્રાન્ટના મુદ્દે વિવાદ ઉભો થયો અને તે મુદ્દે એબીવીપીએ કોલેજોના આચાર્યને આવેદન અપાયા બાદ રાષ્ટ્રિય ઉચ્ચ શિક્ષા અભિયાનના કોઓર્ડિનેટરે શા માટે રાજીનામા આપ્યા તેવો સવાલ જિલ્લા એબીવીપીના જિ.સંયોજક પટેલે ઉઠાવ્યો છે.હવે આ મુદ્દે એબીવીપી દ્વારા મંગાયેલી વિગતો માંગણી મુજબ ન મળતાં વિવાદ વકરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...