અકસ્માત:દાહોદથી મુંબઈ પોર્ટ પર કાચની બોટલ લઈ જઈ રહેલા કન્ટેનરનું ટાયર ફાટતા પલટી ખાધી, ચાલકનું મોત

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ગ્લાસ કંપનીમાંથી કાચની બોટલો ભરીને કન્ટેનર ચાલક મુંબઈ પોર્ટ ઉપર જઈ રહ્યો હતો

દાહોદથી એક કન્ટેનર ન. DD-03-P-9642માં કાચની બોટલો ભરીને કન્ટેનર ચાલક મુંબઈ પોર્ટ જઈ રહ્યો હતો. જે દરમિયાન વાપી દમણ ગંગા નદીના પુલ પાસે કન્ટેનરનું ટાયર ફાટતા કન્ટેનરને ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કન્ટેનર દમણ ગંગા નદીના 2 બ્રિજ વચ્ચે ખાબક્યું હતું. સમગ્ર ઘટનાને લઈને નેશનલ હાઇવે 48 ઉપર ટ્રાફિક થંભી ગયો હતો. કન્ટેનર કેબિનમાં ફસાયેલા ચાલકને બચાવવા વાપી ફાયર બ્રિગેડના જવાનોની મદદ વડે ડ્રાઈવર કેબિનમાંથી ચાલકનું રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ડ્રાઈવર કેબિનમાં કોઈ મળ્યું ન હતું. કન્ટેનર ચાલક નદીના તટ ઉપર પટકાયો હોવાનું જાણવા મળ્યું હતું. 108ની મદદ વડે કન્ટેનર ચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા કન્ટેનર ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

કન્ટેનરમાં કાચની બોટલો ભરી હતી
દાહોદની ગુજરાત ગ્લાસ કંપનીમાંથી વોરા ટ્રાન્સપોર્ટ કંપનીનું એક કન્ટેનર ન. DD-03-P-9642માં કાચની બોટલો ભરીને મુંબઇ પોર્ટ ઉપર કન્ટેનર ચાલક લઈને જઇ રહ્યું હતું. જે દરમ્યાન વાપી દમણ ગંગા નદીના બ્રિજ નજીક આવતા કન્ટેનરનું ટાયર ફાટ્યું હતું. જેને લઈને કન્ટેનર ચાલકે કન્ટેનર ઉપરથી કાબુ ગુમાવ્યો હતો વાપી દમણ ગંગા નદીના 2 બ્રિજ વચ્ચે કન્ટેનર કબકયું હતું. કન્ટેનર બ્રિજ ઉપર રહ્યું હતું. તેની ડ્રાઈવર કેબીન હવામાં લટકતી રહી હતી. અને કન્ટેનર ચાલક ડ્રાયવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટના નિહાળનાર વાહન ચાલકો સ્તબ્ધ બની ગયા હતા. ઘટનાને લઈને સુરત મુંબઈ હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો હતો.

સ્થાનિક લોકોએ ઘટના અંગે વાપી ફાયર બ્રિગેડ, 108 અને વાપી પોલીસને ઘટનાની જાણ કરી હતી. વલસાડ ફાયર બ્રિગેડની ટીમે ડ્રાઈવર કેબિનમાં ફસાયો હોવાનું જણાવતા ફાયર બ્રિગેડના જવાનોએ ચેક કરતા ડ્રાઈવર કેબિન ખાલી મળી હતી. નદીના તટ માં કન્ટેનર ચાલક પટકાયો હતો. કન્ટેનર ચાલકને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાં હજાર તબીબી કન્ટેનર ચાલક નિરવલ સિંગને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...