વલસાડ જિલ્લામાં વાપીની એક મહિલા વેપારીએ આરોગ્ય વિભાગમાં RTPCR ટેસ્ટ કરાવતા મહિલા વેપારી આજ રોજ કોરોના સંક્રમિત જાહેર થયા હતા. મહિલા વેપારી કોરોના સંક્રમિત જાહેર થતા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર એલર્ટ થયું હતું. વલસાડ જિલ્લા આરોગ્ય વિભગની ટીમે સતર્કતાના ભાગ રૂપે મહિલા વેપારીના સંપર્કમાં આવેલા હાય રિસ્ક લોકોની યાદી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિલા વેપારીના ઘરની આજુબાજુ અને દુકાનની આજુબાજુના વિસ્તારમાં આરોગ્ય વિભગની ટીમે જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.
વલસાડ જિલ્લામાં વર્ષ 2023નો વલસાડ જિલ્લાનો પ્રથમ કોરોના સંક્રમિત કેસ આજ રોજ વાપીથી જાહેર થયો છે. વાપીની મહિલા વેપારી કોરોના સંક્રમિત જાહેર થતા વાપી તાલુકા આરોગ્ય વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી. વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં રહેતા મહિલા વેપારીએ ગઈ કાલના રોજ નજીકના આરોગ્ય કેન્દ્રો ઉપર RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં આજરોજ વાપીની મહિલા વેપારી કોરોના સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભગની ટીમે મહિલાના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી આગળની કામગીરી શરૂ કરી છે. જેમાં મહિલા વેપારીના હાઈ રિસ્ક સંપર્કમાં અવેઓએ લોકોની યાદી અલગ કરી હાઈ રિસ્ક લોકોની શોધખોળ હાથ ધરી છે. વેપારીના રહેણાંક મકાન અને દુકાનની આજુબાજુના વિસ્તારને સેનેટાઇઝિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7,26,258 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 13,939 ટેસ્ટ કોરોના સંક્રમિત જાહેર થયા હતા. જ્યારે 7,12,319 ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. વલસાડ જિલ્લામાં 13,939 દર્દીઓ જિલ્લાના આરોગ્ય વિભાગ અને આયુષ મંત્રાલય માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી 13,439 દર્દીઓ ડિસ્ચાર્જ થાય હતા. તેમ વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.