કાર્યવાહી કરવા દાદ:દક્ષિણ ગુજરાતમાં મીઠાઇની ચકાસણી કરવા ઉપભોક્તા ઉત્થાનની માગ

વલસાડ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરોને પત્ર પાઠ‌વી સંગઠન ઉપપ્રમુખે કાર્યવાહી કરવા દાદ માગી

ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનના વલસાડના પ્રદેશ ઉપપ્રમુખ દ્વારા દક્ષિણ ગુજરાતમાં મીઠાઈમાં ભેળસેળયુક્ત માવાની શંકા વ્યક્ત કરી ફુડ આરોગ્ય તથા અન્ય સરકારી વિભાગ તથા ફુડ એન્ડ ડ્રગ્સ સાથે તપાસ હાથ ધરવા દ.ગુ.ના કલેકટરોને પત્ર પાઠ‌વી અનુરોધ કર્યો છે.

સંગઠન પ્રદેશ ઉપપ્રમુખ વિજય ગોયેલ દ્વારા કલેકટરોને કરાયેલી રજૂઆત મુજબ મીઠાઈઓમાં હલકી ગુણવત્તા અને ભેળસેળવાળા માવાના ઉપયોગ અંગે સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને આરોગ્ય વિભાગ કાર્યવાહી કરવા જણાવ્યું છે.નવસારી અને વલસાડ જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન અંદાજે 80 હજારથી 1લાખ કિલો માવો અને ડાંગ જિલ્લામાં અંદાજે 10 હજાર કિલો જેટલો માવો ઉપયોગમાં લેવાતો હોવાની ગણતરી માડી છે. જેમાં માવો હલ્કી ગુણવત્તા અને ભેળસેળવાળયુક્ત હોવાની શંકા વ્યક્ત કરી હતી.

બજારમાં હલકી ગુણવત્તાવાળું અને ભેળસેળ યુક્ત માવાનો ભાવ બજારમાં રૂ.200થી શરૂઆત થાય છે. મોટા શહેરોમાં મોટા મિઠાઈવાળા અને ડેરીવાળા માવો જાતે બનાવતા હોય છે. સારા માવાના ભાવ રૂ.400થી શરૂઆત થાય છે. અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠને આ અંગે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, પુરવઠા મંત્રી તેમજવલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી તથા સૂરત કલેકટરોને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...