નવી સુવિધા:વલસાડ કોલેજમાં1.81 કરોડના ખર્ચે આધૂનિક આવાસોનું નિર્માણ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજનેરો તૈયાર કરવા શ્રેષ્ઠ શિક્ષણકાર્ય માટે પ્રોફેસરોને સારું વાતાવરણ મળશે

ગુજરાત રાજ્યની 16 સરકારી એન્જિનીયરિંગ કોલેજોમાં સૌથી ગ્રીનરી સાથે શુધ્ધ પર્યાવરણ સાથેનું વિશાળ સંકુલ ધરાવતી વલસાડ ગર્વન્મેન્ટ એન્જિનીયરિંગ કોલેજમાં બહારગામથી આવતા પ્રોફેસરોની રહેવાની સમસ્યાના ઉકેલ માટે માર્ગ અને મકાન વિભાગ હેઠળ સરકાર દ્વારા ક્વોર્ટર્સના નિર્માણ માટે રૂ.1.81 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.જેના પગલે કોલેજ કેમ્પસમાં આચાર્ય ડો. વિનય એસ.પુરાણીની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ભરતભાઇના હસ્તે ક્વોર્ટર્સ આવાસોના બાંધકામની ખાતમૂહૂર્તવિધિ થતાં કોલેજમાં નવી સુવિધા પ્રાપ્ત થઇ રહી છે.

વલસાડની ગર્વન્મેન્ટ ઇજનેરી કોલેજમાં ડીટાઇપ બિલ્ડિંગમાં 6 યુનિટો માટે રાજ્ય સરકારે કોલેજને રૂ.1.81 કરોડની ગ્રાન્ટ ફાળવતા પ્રિન્સિપાલ વિનયભાઇ પુરાણી દ્વારા તાત્કાલિક કોલેજના સર્વાંગી વિકાસ અર્થે અને બહારગામથી શિક્ષણંકાર્ય માટે આવતા પ્રોફેસરો સારા વાતાવરણમાં ઇજનેરી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકે તે માટે બિલ્ડિંગ ક્વોર્ટર્સના બાંધકામનું ખાતમુહૂર્ત વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલના હસ્તે કરવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે ભાગડાવડા સરપંચ ધર્મેશ પટેલ,જિ.પં. સભ્ય મહેશભાઇ,તા.પ.સભ્ય વિમલભાઇ,ડિપ્લોમા કોલેજના આચાર્ય પ્રો.રિન્કુબેન,માર્ગ મકાન વિભાગના ઇજનેરો વિરલ ચૌધરી,જે.આર. પટેલ,ઇજનેરી તથા ડિપ્લોમાં કોલેજના પ્રાધ્યાપકો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ક્વોર્ટર્સ પોલિટેક્નિક કોલેજ અને ગર્વ.ઇજનેરી કોલેજની કન્યા છાત્રાલય સંલગ્ન તૈયાર કરાશે.સિવિલ ઇજનેરી વિભાગના વડા પ્રો.દેવેન્દ્ર જે.પટેલના માર્ગ દર્શન હેઠળ પ્રો.ધવલ ટી.બારોટ અને પ્રો.અભિષેક જે.રાણા દ્વારા ખાતમુહૂર્ત કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરાયું હતુ.ધારાસભ્ય ભરતભાઇએ જણાવ્યું હતું,કે,સમગ્ર રાજ્યની અ્ન્ય સરકારી ઇજનેરી કોલેજો ગીચ વિસ્તારોમાં કાર્યરત છે જ્યારે વલસાડની સરકારી ઇજનેરી કોલેજનું સંકુલ ખુબજ આહલાદક અને હરિયાળુ પર્યાવરણીય વાતાવરણ ધરાવે છે.આ કોલેજમાં અન્ય સુવિધાઓ પૂરી પાડવા સીએમ અને મંત્રી સુધી રજૂઆતો કરાશે.આચાર્ય ડો.પુરાણીએ ઉમદા વકત્વ્યમાં જણાવ્યું કે,આ

વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ તૈયાર કર્યા

વલસાડની સરકારી ઇજનેરી કોલેજ રાજ્યની તમામ સરકારી ઇજનેરી કોલેજો કરતાં અત્યંત હરિયાળુ શાંત કેમ્પસ ધરાવે છે. જેમાં વલસાડ જિલ્લામાંથી શ્રેષ્ઠ ઇજનેરો તૈયાર કરવા માટે ટીમના પ્રયાસો છે.જેને લઇ આ કોલેજના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ સ્ટાર્ટ અપ તૈયાર કર્યા છે. જેને બેંગ્લોર ખાતે રજૂ કરાતા શ્રેષ્ઠ સ્ટાર્ટ અપ જાહેર કરાયા હતા.વલસાડની ઇજનેરી કોલેજમાંથી જિલ્લામાં શ્રેષ્ડ ઇજનેરો તૈયાર કરવા પ્રયાસો કરાઇ રહ્યા છે.>વિનય પુરાણી, પિન્સિપાલ, ગવર્ન. એન્જિ. કોલેજ. વલસાડ

અન્ય સમાચારો પણ છે...