લોકોને રાહત થશે:લોક સહકારથી વલસાડ રેલવે અંડરપાસમાં પગદંડીનું નિર્માણ

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ સભ્યોના સંયુક્ત પ્રયાસોથી હજારો લોકોને રાહત થશે

વલસાડના મોગરાવાડી રેલવે અન્ડરપાસમાં ચોમાસામાં પાણીનો ભરાવો અને ત્યારબાદ કાદવકિચડને લઇ આવજા કરતા રાહદારીઓ માટે પાલિકાના સ્થાનિક વોર્ડ સભ્યોના પ્રયાસોથી લોકોના સહકારથી ઇંટ,રેતી,સિમેન્ટ ક્રોક્રિટની પાકી પગદંડી તૈયાર કરવામાં આવતા રાહદારીઓને મોટી રાહત મળી છે.

મોગરાવાડી રેલવે અન્ડરપાસમાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે પસાર થવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ભારે વરસાદમાં અન્ડરપાસમાં પાણીનો ભરાવો થતો હતો.વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા અને સ્થાનિક વોર્ડના સભ્યોના સંયુક્ત પ્રયત્નોથી મોટરો પંપ લગાવી દેતા હવે મોગરાવાડી રેલવે અન્ડર પાસમાં જળબંબાકારની સમસ્યા લગભગ દૂર થઇ છે.

પરંતું વરસાદી પાણીથી કાદવકિચડને લઇ રાહદારીઓને પસાર થવા માટે મોટી યાતના ભોગવવી પડતી હતી.સમસ્યાઓના નિરાકરણ માટે સતત ઝઝૂમતા વોર્ડના સિનીયર કાઉન્સિલર ગીરીશભાઇ દેસાઇ,સંજય ચૌહાણ,વિજયિ પટેલ વિગેરેના માર્ગદર્શન હેઠળ સ્થાનિક રહીશોના સાથ અને સહકારથી પાકી પગદંડી બનાવી મરામતની પણ કામગીરી હાથ ધરાઇ હતી.જેના માટે પાલિકા સભ્યોને ફક્ત લોક સહકાર મળતાં આ કામ શરૂ કરાયું છે તેવું દેસાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...