અભ્યાસ શરૂ:જિલ્લા ની પ્રાથમિક શાળાઓમાં 50 ટકા ક્ષમતાની હાજરી સાથે વાલીઓ પાસે સમંતિપત્રો લેવાયા

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે દિવસથી ધો. 1થી 5માં બાળકોની સંતોષજનક હાજરીથી ઉત્સાહ વધ્યો

રાજ્ય સરકારે ધો.1 થી 5 માટે પ્રાથિમિક શાળાઓમાં ઓફ લાઇન અભ્યાસ શરૂ કરી દેતાં બાળકોની સરેરાશ 50 ટકા હાજરી જોવા મળી રહી છે.બાળકોમાં પણ ઉત્સાહનું વાતાવરણ સામે આવ્યું છે.પ્રાથમિક શાળાઓમાં વાલીઓની સમંતિપત્રકો લઇને 50 ટકાની ક્ષમતા સાથે પ્રવેશ આપવામાં આવતાં શૈક્ષણિક પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે. ધો.1 થી 5માં ભણતા બાળકોને કોવિડ-19ના કારણે ઓફ લાઇન અભ્યાસ કરાવવામાં આવતો હતો.પરંતું તેમાં મોબાઇલ ઉપર નાના ભૂલકાંઓને અભ્યાસ કરાવવામાં મોટી તકલીફો આવતી હતી.

બાળકોના ભણતર ઉપર ભારે અસર થતાં હવે કોરોનાની પરિસ્થિતિ સુધરતાં રાજ્ય સરકારે પ્રાથમિક શાળાના ધો.1 થી 5ના બાળકો માટે ઓનલાઇન અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.જેમાં શાળાઓમાં 50 ટકાની ક્ષમતા સાથે વર્ગો ચલાવવા મંજૂરી આપી હતી.શાળા સંચાલકોએ આ મુજબ ઓફ લાઇન વર્ગો શરૂ કરવા વાલીઓને જાણ કરી દેતા છેલ્લા બે દિવસથી શાળાઓમાં સરેરાશ 50 ટકા હાજરી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જોવા મળી હતી.

જેને લઇ બાળકોમાં પણ ઉત્સાહની લાગણી જાગી છે.બે વર્ષથી નાના ભૂલકાંઓના શિક્ષણ ઉપર પ્રતિકૂળ અસર પડતાં હવે શિક્ષકો પણ ઓફલાઇન અભ્યાસ કરાવતા આનંદની અનુભૂતિ કરી રહ્યા છે.જો કે આ માટે સરકારની ગાઇડલાઇન મુજબ કોવિડ-19ને ધ્યાને લઇ વાલીઓ પાસે બાળકોને શાળામાં અભ્યાસ કરવા મોકલવા સમંતિપત્ર લેવામાં આવ્યા છે.

સેનેટરાઇઝ, માસ્કના નિયમોનો અમલ
વલસાડ જિલ્લા પ્રાથમિક વિભાગ દ્વારા દરેક શાળાઓના આચાર્યો સંચાલકોને કોવિડ-19ના નિયમોનું ચૂસ્ત પાલન કરવા સૂચના આપવામાં આવી છે.શાળાએ આવતા બાળકોના હાથ સેનેટરાઇઝ કરવા, માસ્ક અને વર્ગમાં 50 ટકાની ક્ષમતા સાથે બેસાડવાના નિયમનો અમલ કરવા સૂચના અપાતાં શાળામાં આ મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અઠવાડિયે 3-3 દિવસનો ગેપ રખાયો
શાળાઓમાં 50 ટકાની ક્ષમતાએ વર્ગો શરૂ કરાતાં કેટલીક શાળાઓએ વર્ગના કુલ વિદ્યાર્થી પૈકી 50 ટકાને અઠવાડિયાના 3 દિવસ બોલાવ્યા છે અને ત્યારબાદના 3 દિવસ બાકીના 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે.એટલે કે 50 ટકાને સોમ,મંગળ,બુધ અને બાકીના 50 ટકાને ગુરૂ શુક્ર શનિ એમ સોશ્યિલ ડિસ્ટેન્સમાં બેસાડવાની વ્યવસ્થા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...