કૉંગ્રેસમાં ગાબડું:વાપી કૉંગ્રેસના અગ્રણી શિરિષ દેસાઈ સાથે કૉંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી વિધાનસભા મત વિસ્તારમાં વાપી ખાતે ચુંટણી પ્રચાર તેજ થયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તેમના ઉમેદવારોને જીતાડવા એડીથી ચોંટી સુધીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પારડી વિધાનસભા બેઠક ઉપર BJPના ઉમેદવાર તરીકે રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેદવાર જાહેર કર્યા છે. વિસ્તારમાં કનુંભાઈ દેસાઈએ કરેલા વિકાસના કામોને ધ્યાને રાખીને વાપી તાલુકા કોંગ્રેસ અગ્રણી શિરીષ દેસાઈ અને તેમના સમર્થકો સાથે કોંગ્રેસનો સાથે છોડીને BJPનો ખેસ પહેતા સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા સમગ્ર રાજ્યમાં રાજકારણ ગરમાયુ છે. ત્યારે વલસાડ જિલ્લાની વાપી વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે પારડી વિધાનસભા બેઠક ઉપર મોટી સંખ્યામાં કાર્યકરો તેમના પક્ષના ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે. પારડી વિધાનસભા બેઠકના ઉમેદવાર કનુભાઈ દેસાઈની કામ કરવાની શૈલી અને પારડી બેઠક ઉપર છેલ્લા 10 વર્ષ દરમ્યાન કરેલા વિકાસના કામો જોઈને વાપી તાલુકા કોગ્રેંસના અનેક નેતાઓ ભાજપમાં પ્રવેશ લઇ ચુક્યા છે. તો અગામી દિવસોમાં બે વરિષ્ઠ કોગ્રેસના આગેવાન નેતા જોડાઇ રહ્યા હોવાની ચર્ચા જોર પકડયું હતું એને બળ મળતું હોય ત્યારે આજે વાપીના દિગ્ગજ કોંગી અગ્રણી શિરિષભાઈ દેસાઈએ ખોજા સોસાયટીમાં યોજાયેલા એક સમારંભમાં નાણામંત્રી કનુભાઈની ઉપસ્થિતિમાં ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. સામી ચૂંટણીએ કોંગ્રેસમાંથી આ એક મોટી વિકેટ ભાજપાએ ખેરવી છે.

શિરિષભાઈ દેસાઈ વાપી નગરપાલિકામાં વર્ષો સુધી કોર્પોરેટર અને ઉપપ્રમુખ પણ રહી ચૂકયા છે. એજ રીતે વાપીના ઉદ્યોગકારોના સંગઠન વીઆઈએના પ્રમુખ ઉપરાંત સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂકયાં છે. શિરિષભાઈ દેસાઈ વાપીમાં વ્યાપક સમર્થન ધરાવે છે. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં તેમની પકડ મજબુત મનાય છે. આજે તેમના ભાજપ પ્રવેશ બાદ હજુ પણ અન્ય દિગ્ગજ કોંગી અગ્રણી આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય એવા સંકેતો મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં આંતરિક સ્તરે ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. તેમાં પણ પારડી બેઠક પર ઉમેદવારોની પસંદગીથી ઘણા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ નારાજ હોવાનું પણ કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...