કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:વલસાડ જિલ્લામાં જર્જરિત રસ્તાઓ, મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ મસાલ રેલી યોજી

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ શહેરમાં ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓ જર્જરિત બન્યા છે. જેને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા રાત્રે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રસ્તાપર પડેલા ખાડાઓ, બેરોજગારી તેમજ મોંઘવારીના મુદ્દે સરકાર વિરુદ્ધમાં મસાલ રેલીનું આયોજન યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓના હાલાકી પડી રહી છે.

મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા
વલસાડ શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને લઈને શહેર અને હાઇવે ઉપરના માર્ગો જર્જરિત બન્યા છે. ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા ગઈ મોડી રાત્રીએ એક માસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને જિલ્લા યુથ પ્રમુખ અને NSUIના સભ્યો જિલ્લાના અગ્રણીઓ તેમજ કોંગ્રેસ કાર્યકરો ઉપથિત રહ્યા હતા. મસાલ યાત્રામાં કોંગ્રેસ દ્વારા રસ્તા ઉપરના ખાડાઓ દૂર કરી તેમને યોગ્ય જાળવણી કરી વાહન ચાલકોને પડતી તકલીફોનથી દૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. શહેરના રસ્તા પર પડેલા ખાડાઓ, બેરોજગારી, ભ્રષ્ટચાર અને મોંઘવારી સહિતના મુદ્દાઓ ઉપર સ્થાનિક લોકોને આગળ આવવા કોંગ્રેસ દ્વારા અહવાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...