વિધાનસભા ચૂંટણીની તૈયારી:વલસાડના પારડી ખાતે કોંગ્રેસની તાલીમ શિબિર યોજાઈ, મોંઘવારી તેમજ ખેડતોનો મુદ્દો ઉઠાવવા કાર્યકર્તાઓને હાકલ કરાઈ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકર્તાઓને લોકલ તેમજ રાજ્ય લેવલના મુદ્દા બાબતે તાલીમ આપી અને ચર્ચાઓ કરાઈ

રાજયમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ અત્યારથી જ તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ પક્ષ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી બુથ લેવલ ના કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી રહ્યા છે. ત્યારે આજરોજ દક્ષીણ ગુજરાતની કોંગ્રેસની તાલીમ શિબીર વલસાડના પારડી ખાતે યોજાઈ હતી.

કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સત્તામાં નથી. જેથી સત્તામાં આવવા કોંગ્રેસ ધમપછાડા કરી રહી છે. તો બિજી તરફ કોંગ્રેસ તૂટી પણ રહી છે અને નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં તાલીમ શિબિર યોજી એક એક કાર્યકર્તાઓને જોડી રાજ્યના ખૂણે ખૂણે પહોંચીને લોકોને પોતાની સાથે જોડવાનું કામ કરી રહી છે. જે અંતર્ગત આજરોજ વલસાડ જિલ્લામાં પારડી ખાતે દક્ષીણ ગુજરાતની તાલીમ શિબિર યોજાઈ હતી.

આ શિબિરમાં કોંગ્રેસના નેતા અને દક્ષીણ ગુજરાતના પ્રભારી બી એમ સંદીપ હાજર રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે, અમે કાર્યકર્તાઓને ચૂંટણીને લઈ લોકલ મુદ્દા તેમજ રાજ્ય લેવલના મુદ્દા બાબતે તાલીમ આપી અને ચર્ચાઓ કરી છે. દેશમાં મોંઘવારીનો મુદ્દો, ખેડતોનો મુદ્દો ઉઠાવવા કાર્યકર્તાઓને જણાવ્યું છે. તેમજ બેરોજગારી સહિતના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડીશું.

બી.એમ.સંદીપે ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા અને જણાવ્યું કે, ભાજપ એ દેશમાં યુવાઓને બેરોજગાર કરી નશામાં ધકેલી દીધા છે. દેશમાં પકડાયેલા ડ્રગ્સના મોટા જથ્થામાં કોઈ કાર્યવાહી નહીં અને કોઈ તપાસ થઈ નથી. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને ક્યાં ગયું કોઈ જવાબ નહી આપી રહ્યું.

પક્ષ પલટાને લઈ પૂછતાં બી એમ સંદીપે જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભયોને ભાજપ EDઅને ITના નામે ડરાવી રહી અને ધમકાવી રહી છે. તો કેટલાક લોકો લાલચમાં કરોડોમાં પોતાને વેચી રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણી પેહલા પણ આજ માહોલ હતો. પરંતુ ગુજરાતની જનતાએ કોંગ્રેસને મત આપ્યા હતા. એટલે આ વખતે પણ આપશે. જેને જવું હોય બીજી પાર્ટીમાં જાય પક્ષ પલટો કરે હવે કોંગ્રેસ એ મુદ્દા પર ધ્યાન નહી આપે. કોંગ્રેસને પ્રજા પર ભરોસો છે અને પ્રજાને કોંગ્રેસ પર ભરોસો છે.

અન્ય સમાચારો પણ છે...