• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Congress Sends Application Letter To Valsad District Collector In Case Of Paper Leak In Head Clerk's Examination, Demands Strict Punishment For Accused

પેપર લીક પ્રકરણ:હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે વલસાડ જિલ્લા કલેક્ટરને કોંગ્રસે આવેદન પત્ર પાઠવ્યું, આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક અસરથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને બળતરફ કરવાની પણ માંગ કરાઈ

રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું. જેને લઈ કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે વલસાડમાં ઈન્ડીયન યુથ કોંગ્રેસે આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને તાત્કાલિક અસરથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને તેમના પદ પરથી બરતરફ કરવામાં આવે એવી માંગ કરી છે.

ગુજરાતમાં તાજેતરમાં હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવી હતી. જે માટે ગુજરાતના લાખ્ખો યુવાનોએ તેમના ઉજળા ભવિષ્ય માટે આ પરીક્ષાને લઈ તનતોડ મહેનત કરી હતી. પરંતુ તેનું પેપર લીક થયુ હતું. જેને લઈ લાખ્ખો યુવાનોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. અગાઉ પણ ગુજરાતમાં સરકારી નોકરીઓની લેવાતી પરીક્ષામાં અનેક વાર પેપર લીક થવાની ઘટનાઓ બની હતી. જેને લઈ ગુજરાતના યુવાનોની મહેનત પાણીમાં જઈ રહી છે.

રાજ્યમાં વારંવાર પેપર લીક થવાની ઘટનાને લઈ ઈન્ડીયન યુથ કોંગ્રેસ દ્વારા આ મામલે વલસાડના કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું છે. હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ સાથે જોડાયેલા દોષિતોને શોધી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમજ જે પ્રમાણે પેપર લીક થઈ રહ્યા છે એ જોતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ જે એ સીધી રીતે આ મામલે જવાબદાર છે એવા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આસિત વોરાને અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી. જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન બને અને ગુજરાતનાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ન થાય એવી લાગણી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...