આગામી વિધાસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા અને કોંગ્રેસની વાત લોકો સુધી પહોંચાડવા કોંગ્રેસના કાર્યકરોને આહ્વાન કર્યું હતું. સાથે ગુજરાતમાં લઠ્ઠાકાંડ, ડ્રગ્સ કાંડ અને વિવિધ કાંડને લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી(AICC)ના સેક્રેટરી બી એ સંદીપે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કાર્ય છે. સાથે ભાજપ સરકાર કોંગ્રેસની સત્તા પાડવા માટે રૂપિયાથી ખર્ચીને સરકાર પડવાનું કામ કરતી હોવાના આક્ષેપ કર્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય અપાવી ભાજપ મુક્ત ગુજરાત બનાવવા લોકોને અપીલ કરી હતી. ભાજપ સરકાર રિવર લિંક પ્રોજેકટને રદ્દ કરી ન શકે. તેની સાથે અન્ય રિવર લિંક પ્રોજેકટ પણ કેદ્ર સરકાર જ રદ્દ કરી શકે. ગુજરાત સરકારના કાર્યક્ષેત્રની બહારની વાત હોવાનું સંદીપે જણાવ્યું હતું.
સરકારે તેમની નિષ્ફળતા સ્વીકારવી જોઈએઃ કોંગ્રેસ
રાજ્યમાં લઠ્ઠાકાંડમાં 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશી કેમિકલ વાળી દારૂ પીવાથી દારૂ વેચતો હોવાથી શ્રમિક લોકોએ દારૂનો પીવાતો હોવાથી 70થી વધુ લોકોના જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર ચૂપ કેમ છે. મુખ્યમંત્રી અને અને ગૃહ મંત્રીની સીધી જવાબદારી બને છે. તેમણે જવાબ આપવા જરૂરી છે. ગુજરાતમાં ડ્રગ્સ કાંડ જે સમગ્ર દેશમાં લઠ્ઠાકાંડને લઈને સરકારે તેમની નિષ્ફળતા સ્વીકારવી જોઈએ તેવા આક્ષેપ કર્યા હતા.
કોંગ્રેસની સરકાર બનાવવા અપીલ
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં ભાજપ સરકાર ચાલી રહી છે. ભાજપ સરકારના રાજમાં થયેલ લઠ્ઠાકાંડમાં કુલ 800થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે તેમ પણ ગુજરાત સરકાર મોન સેવી રહ્યા છે. ગુજરાતમાંથી દેશમાં ડ્રગ્સ સપ્લાય કરતું હબ બન્યું છે. આવનાર વિધાસભની ચૂંટણીમાં ભાજપ મુક્ત ગુજરાત બનાવી કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીત અપાવી કોંગ્રેસની સરકાર બનાવવા અપીલ કરી હતી.
દેશમાં છેલ્લા 8 વર્ષમાં ભાજપની સરકારના રાજમાં મોંઘવારીએ માજા મૂકી છે. 8 વર્ષ પહેલાં મનમોહન સિંગની સરકાર વખતે પણ ક્રૂડ ઓઇલની ભાવ પણ આટલોજ હતો અને કોંગ્રેસ સરકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ અંકુશમાં રાખ્યા હતા. જ્યારે ભાજપ સરકારે પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરનો ભાવ આસમાને પહોંચ્યો છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં દરેક ઘરે જઈને ભાજપ સરકારની નિષ્ક્રિયતા અંગેની વાતો મતદારો સુધી લઈ જવા અને કોંગ્રેસ તરફી મતદાન કરાવવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો.
કેન્દ્ર સરકારની રિવર લિંક પ્રોજેકટને ગુજરાત સરકાર રદ્દ ન કરી શકે
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ માટે 4000 કરોડ ફાળવવામાં આવ્યા હતા. તે પ્રોજેક્ટનો DPR પણ તૈયાર કરવામાં આવ્યો છે. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેટકમાં અન્ય રાજ્યની રિવર લિંક પ્રોજેટક પણ આવેલા હોવાથી ગુજરાતના મુખ્યમંત્રી આ પ્રોજેટકને રદ્દ કરવાની કોઈ સત્તા ન હોવાના આક્ષેપ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.