તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:વલસાડના ઉમરગામમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મુદ્દે કૉંગ્રેસ દ્રારા સાઈકલ રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરાયો

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાએ મોંઘવારીના મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉમરગામ ના મુખ્ય માર્ગો ઉપર કોંગ્રેસના અગ્રણીઓએ સાયકલ રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

દેશમાં વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. BJP સરકાર વિરૂદ્ધ સાઇકલ પર બેનરો લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉમરગામ તાલુકાના મુખ્ય માર્ગો ઉપર ફરીને વિરોધ નોંધાવ્યો હતો. મોંઘવારી વિરૂદ્ધ સરકારને સામે સૂત્રોચ્ચાર કરી મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને એક આવેદન પત્ર પાઠવ્યુ હતું. સરકારને વહેલી તકે પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં લાવવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...