તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાય યાત્રા:કોવિડ-19વી કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાયની માગ સાથે કૉંગ્રેસની યાત્રાનો ધરમપુરથી પ્રારંભ

વલસાડ24 દિવસ પહેલા
  • ડિઝાસ્ટર એક્ટ હેઠળ કોવિડના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 4 લાખ આપવાની માગ

વલસાડ જિલ્લાના કાંગવી ખાતેથી ગુજરાત કોંગ્રેસ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો હતો. કાંગવી ખાતે આવેલા ત્રણ ઘુમ્મટ મંદિરે કૃષ્ણ ભગવાન અને શંકર ભગવાનના આશીર્વાદ મેળવીને કોવિડ-19 ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જેમાં કોરોનામાં મૃત્યુ પામનાર લોકોના ઘરે ઘરે જઈને પરિવારને સાત્વનાં આપીને પરિવારના સભ્યો પાસેથી કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ. 4 લાખની ડિઝાસ્ટર એક્ટ હેઠળ મળવાપાત્ર સહાયના ફોમ ભરાવી લેવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોને આહ્વાન કર્યું હતું. સાથે કોરોનામાં સરકારની નિષ્ફળતા અંગે લોકોમાં જાગૃતિ પોહોચાડવા પણ જણાવ્યું હતું.

કોવિડ-19 ન્યાય યાત્રા હેઠળ કોવિડમાં મૃત્યુ પામેલા તમામ લોકોના સ્વજનોને ડિઝાસ્ટર એક્ટ હેઠળ મળવા પાત્ર રૂ.4 લાખની રકમ અને ખાનગી હોસ્પિટલોમાં ભરેલા બીલનું રિફંડ આપવાની રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકાર સામે કોંગ્રેસ આ મુદ્દે રસ્તા ઉપર આંદોલન કરીને પણ લોકોને ન્યાય અપાવવાની ખાત્રી આપી હતી. સાથે જો ભાજપ સરકાર આ બિલ ઉપર અમલવારી ન કરે તો આવનાર વર્ષોમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર 2022માં આવશે તો પહેલી કેબિનેટ બેઠકમાં કોવિડમાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારને રૂ. 4 લાખની સહાય પ્રથમ કેબિનેટની બેઠકમાં મંજૂરી આપશે.

ભારત દેશમાં અંગ્રેજો સામે લડીને આઝાદી અપાવી હતી. તેજ રીતે નવા અંગ્રેજો સામે લડવા નું નેતૃત્વ કોંગ્રેસ કરશે અને રાજ્યમાં ફરી કોંગ્રેસ સરકાર બનાવશે તેની ખાતરી પણ આપી હતી. કોંગ્રેસના કાર્યકરોને અને આગેવાનોને ભૂતકાળમાં થયેલો આંતરિક વિવાદ ભૂલીને એક થવા પણ આહ્વાન કર્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં કોવિડ-19 ન્યાય યાત્રાનો ધરમપુરથી પ્રારંભ કર્યો છે. જેના ભાગરૂપે આજે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાંગવી ગામમાં કોંગ્રેસની કોવિડ-19 ન્યાય યાત્રા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા, માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને કોંગ્રેસના માજી સાંસદ કિશન પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓએ પોતાના સંબોધનમાં કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને સમયસર સારવાર અને સહાય આપવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ અનેક મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી તો, કોરોના કાળમાં સરકાર લોકોને તાત્કાલિક સ્વાસ્થ્ય સહાય પૂરી પાડવામાં નિષ્ફળ રહેલી રાજ્ય ના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની આગેવાની હેઠળની સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયા હોવાના ઉજવણીના નામે તાયફાઓ કરી રહી હોવાના પણ આક્ષેપો કોંગ્રેસ અગ્રણીઓએ કર્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે, વર્ષ 2022માં જો કોંગ્રેસની સરકાર બનશેતો કોંગ્રેસની સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં કોરોના કાળમાં કોરોનાને કારણે મોતને ભેટેલા તમા મૃતકોના સ્વજનોને ડિઝાસ્ટર એક્ટ હેઠળ મળવા પાત્ર રૂપિયા 4 લાખની સહાય મંજુર કરશે તેવી જાહેરાત પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...