કોળી પટેલની સામે પાટીદાર:વલસાડ વિધાનસભા બેઠક પર ભાજપના ભરત પટેલ સામે કોંગ્રસે કમલ પટેલને ટિકિટ આપી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ વિધાનસભા બેઠક ઉપર BJPના કોળી પટેલ ઉમેદવાર સામે કોંગ્રેસે યુવા મતદારોમાં સારી નામના ધરાવતા અને પાટીદાર સમાજના કમલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કમલ પટેલ વલસાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. સાથે ક્રિકેટ પ્રેમી યુવકોમાં ખૂબજ સારી છબી ધરાવે છે.

પરિવારના સભ્યોના આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચારની શરુઆત કરી
કોંગ્રેસે ભાજપના ભરત પટેલ સામે કમલ પટેલને ટિકિટ આપી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. વલસાડ વિધાનસભા બેઠક ઉપર ભાજપની ડબલ એન્જીનની સરકારને અટકાવવાં કોંગ્રેસે કમલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. કમલ પટેલ વલસાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અને તેઓ યુવાનોમાં સારી ચાહના મેળવી રહ્યા છે. કમલ પટેલે તેમના પરિવારના સભ્યોના આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...