ઉમેદવારી:વલસાડ પાલિકાની પેટાચૂંટણીમાં વોર્ડ નં.1 માં કોંગ્રેસની ઉમેદવારી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ બેઠક માટે આજે ઉમેદવારી ભરવાનો​​​​​​​ અંતિમ દિવસ

વલસાડ પાલિકાની 3 ઓક્ટોબરે 5 બેઠકની પેટાચૂંટણી માટે શુક્રવારે કોંગ્રેસના ઉમેદવારે પ્રાંત અધિકારી કચેરીમાં ફોર્મ ભર્યું હતું.વોર્ડ નં.1ની એસટી બેઠક માટે કોંગ્રેસે ઉમેદવારી નોંધાવી હતી.જ્યારે ભાજપના ઉમેદવારો 18 સપ્ટેમ્બરે છેલ્લા દિવસે ફોર્મ ભરશે તેવું જાણવા મળ્યું છે. વલસાડ પાલિકાના વોર્ડ નં.1,2,5 અને 6માં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી યોજાવા 6 સપ્ટેમ્બરે રાજ્યના ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો હતો. જે મુજબ 13 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્રો સ્વીકારવાનું નક્કી કરાયું હતું.

આ પેટા ચૂંટણી આગામી 3 ઓક્ટોબરે યોજાનાર છે.વલસાડ પાલિકાના 4 વોર્ડની 5 બેઠકો માટે ભાજપ દ્વારા 31 જેટલા દાવેદારોના સેન્સ ગત સપ્તાહે લેવામાં આવ્યા હતા.બીજી તરફ ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ 18 સપ્ટેમ્બર 2021ના રોજ છે.

આ દરમિયાન શુક્રવારે 17 સપ્ટેમ્બરના રોજ વોર્ડ નં.1માં અનુસૂચિત જનજાતિની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નવીન લક્ષ્મણભાઇ વાસ્ફોડા (નવીન મરચાં)એ શુક્રવારે ફોર્મ ભર્યું હતું. હજી આ 5 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના ઉમેદવારો છેલ્લા દિવસ શનિવારે ફોર્મ ભરશે તેવું જાણવા મળ્યું છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 20 સપ્ટેમ્બર અને ફોર્મ પરત ખેંચવાની તારીખ 21 સપ્ટેમ્બર નિર્ધારિત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...