રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ હાલ માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ ચૂંટણી જીતવા એડીચોંટીનું જોર લગાવ્યું છે. ત્યારે વલસાડ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસે ભાજપની ડબલ એન્જીન સરકારને અટકાવવા માટે પાટીદાર સમાજના કમલ પટેલને મેદાનમાં ઉતાર્યો છે. જેઓએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.
સંતોના આશ્રિવાદ મેળવી ફોમ ભર્યું
વલસાડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવરા કમલ પટેલે ઉમેદવારી ફોમ ભરતા પહેલા વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે ઠાકોરજીના દર્શન કર્યા હતા. સ્વામિનારાયણ મંદિરના સંતોના આશ્રિવાદ મેળવી ફોમ ભર્યું હતું. સાથે વલસાડ વિધાનસભા બેઠક જંગી લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ કાર્યાલય ખાતે સભાને સંબોધી
વલસાડ વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાટીદાર યુવક કમલ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે. કમલ પટેલે ઉમેદવારી ફોમ ભરતા પહેલા રાબડા ખાતે આવેલા વિશ્વભરી મંદિરે માતાજીની આરતી કરી હતી. ત્યારબાદ પારનેરા પારડી ખાતે આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરીને સ્વામિનારાયણ મંદિરે ઠાકોજીના દર્શન કર્યા હતા. મંદિરના કોઠારી સ્વામી અને સંતોના આશ્રિવાદ મેળવી કોંગ્રેસ કાર્યાલય ખાતે સભાને સંબોધી હતી. કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કાર્યકર્તાઓની જંગી રેલી યોજી જિલ્લા કલેક્ટરે કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં વલસાડ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.