• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Congress Asks All Contenders To Prepare To Fill Forms For Dharampur Assembly Seat, Party Will Decide Candidate By Giving Mandate To One At Last Minute

ધરમપુરમાં કૉંગ્રેસનું કોકડું ગૂંચવાયું:ધરમપુર વિધાનસભા બેઠક પર કૉંગ્રેસે તમામ દાવેદારોને ફોર્મ ભરવાની તૈયારી કરવા કહ્યું, પાર્ટી છેલ્લી ઘડીએ એકને મેન્ડેટ આપી ઉમેદવાર નક્કી કરશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ વિધાનસભાની ધરમપુર બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપવાની ચર્ચા શરૂ થતા જ કૉંગ્રેસના જૂના જોગીઓએ નારાજગી દર્શાવી હતી. ત્યારે કૉંગ્રેસ દ્વારા હાલ પૂરતો મામલો ઠંડો પાડવા માટે ધરમપુર બેઠક પર કૉંગ્રેસના તમામ દાવેદારોને ફોર્મ ભરવાની તૈયારી કરવા આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યો છે. પાર્ટી દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવારની પસંદગી કરી મેન્ડેટ આપશે.

ધરમપુર તાલુકા કૉંગ્રેસ પ્રમુખે કહ્યું- તમામ દાવેદારો એકસાથે ફોર્મ ભરવા જશે
ધરમપુર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલે કહ્યું હતું કે, પાર્ટીએ તમામ છ દાવેદારને ફોર્મની તૈયારી કરવા માટે કહ્યું છે. આવતીકાલે સવારે સભા યોજી રેલી સ્વરૂપે મામલતદાર ઓફિસ પર તમામ દાવેદારો સાથે ફોર્મ ભરવા માટે જઈશું. પાર્ટી મેન્ડેટ આપી એક ઉમેદવાર નક્કી કરશે.

કલ્પેશ પટેલની દાવેદારીને લઈ વિરોધનો સૂર
પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટના વિરોધને લઈ ચર્ચામાં આવેલા કલ્પેશ પટેલ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. પાર્ટી તેને ટિકિટ આપે તેવી ચર્ચાઓ શરૂ થતા કૉંગ્રેસના છ દાવેદારોએ આયાતી ઉમેદવારને ટિકિટ આપવાની વાતને લઈ વિરોધ નોંધાવ્યો હતો અને ખુલ્લીને કહ્યું હતું કે, અમે સ્વીકારીશું નહીં.

​​​​​​ ​

અન્ય સમાચારો પણ છે...