ઉગ્ર વિરોધ:કોંગી કાર્યકરોએ કપરાડાના સ્ટેટ હાઈવે પર ટાયર સળગાવ્યા, અડધો કલાક હાઇવે બંધ રહ્યો

વલસાડ19 દિવસ પહેલા

રાજ્યમાં બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે 8થી 12 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે કોંગ્રી કાર્યકરોએ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનો સ્ટેટ હાઇવે જામ કર્યો હતો. કોંગ્રેસના ગુજરાત બંધના એલાનને કપરાડાના બાલચોંડી ગામ ખાતે ભારે પ્રતિસાદ મળ્યો છે. કોંગ્રેસ દ્વારા વાપી શામળાજી હાઇવે પર ટાયરો સળગાવી બંધ કરાયો હતો.

કાર્યકરોએ હાઇવે ચક્કાજામ કર્યો
રાજ્યમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાના વેપારીઓને સ્વૈચ્છીક બંધ પાળવા અપીલ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સાથે બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસ રાજ્યભરમાં ઠેક-ઠેકાણે વિરોધ દર્શાવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં કપરાડાના બાલચોંડી ગામે વાપી શામળાજી હાઇવે બંધ કરી ટાયરો સળગાવીને સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના આ વિરોધને લઈને અડધો કલાક સુધી બંને તરફ હાઇવે 3થી 4 કિ.મી જામ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...