આરોગ્ય તપાસ:વલસાડમાં ચેમ્બર ઓફ કોમર્સ અને ઉમિયા ટ્રસ્ટ દ્વારા રાહતદરે બોડી ચેકઅપ કેમ્પ યોજાયો, 62થી વધુ લોકોએ લાભ લીધો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા તા.1લી જાન્યુઆરી 2023ના રોજ નવા વર્ષની શરૂઆત સ્વાસ્થ્યની સંભાળ સાથે થઈ હતી. ચેમ્બર ઓફ કોમર્સ અને દાણા બજારના વેપારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે રાહત દરે બોડી ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં 62થી વધુ વેપારીઓએ તેમના પરિવારનું બોડી ચેકઅપ કરાવ્યું હતું.

વલસાડ ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા તા. 1 જાન્યુઆરી 2023ના રોજ નવા વર્ષની શરૂઆત સ્વાસ્થ્યની સંભાળ સાથે થઈ હતી. શહેરના છીપવાડ હનુમાનજી મંદિર નજીક ઓધવરામ નગર સામે વૈભવ કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસમાં બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા બોડી ચેકઅપ કેમ્પમાં વલસાડના 131 જાગૃત્ત નાગરિકોના રાહતદરે વિટામીન બી-12, વિટામીન ડી3, સીબીસી, કિડની પ્રોફાઈલ, લીપીડ પ્રોફાઈલ, થાઈરોઈડ, સુગર અને આયન પ્રોફાઈલ સહિત કુલ 62 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વલસાડ ચેમ્બરના પ્રમુખ કાળુભાઈ ચોખલીયા, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ પટેલ, તાલુકા વેપારી મંત્રી પ્રદીપભાઈ કોઠારી અને ગુંદલાવ જીઆઈડીસીના મંત્રી શ્યામભાઇ બાહેતી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...