• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Concerns Among Automobile Industries In Valsad District That Only 50 Per Cent Of Vehicles Are Sold This Year As Compared To Last Year During Dussehra

મંદીનો માહોલ:વલસાડ જિલ્લામાં ઓટોમોબાઈલ ઇન્ડ્રસ્ટ્રીઝમાં દશેરા પર્વમાં ગત વર્ષ કરતા આ વર્ષે માત્ર 50 ટકા વાહનોનું વેચાણ થતા વેપારીઓમાં ચિંતા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી ઉપર બાઈકનું વેચાણ વધશે તેવી વેપારીઓને આશા
  • બાઈકની શોર્ટેજને લઈ બાઈકની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળ્યો

વલસાડ જિલ્લામાં ઓટોમોબાઈલ ઇન્ડ્રસ્ટ્રીઝમાં દશેરા પર્વમાં મંદિનો માહોલ જોવા મળ્યો હતો. જેથી વેપારીઓને દિવાળી પર્વ ઉપર અપેક્ષા બંધાઈ છે. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને સ્ટ્રીલની વસ્તુઓ ઉપર અસંખ્ય ભાવ વધતા વાહનોની કિંમતમાં પણ ખુબ વધારો થઈ રહ્યો છે. જેથી લોકો વાહનોની ખરીદી ઓછી કરી રહ્યા હોવાનું પ્રાથમિક અનુમાન વેપારીઓ લગાવી રહ્યા છે.

દશેરા પર્વના દિવસે લોકો વાહનોની ખરીદી વધારે કરતા હોય છે. જોકે, ચાલુ વર્ષે દશેરાના પર્વ પર વલસાડ જિલ્લામાં બાઈકની શોર્ટેજને લઈ બાઈકની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે તાજેતરમાં પડેલા વરસાદને લઈ ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકસાનને કારણે પણ ખેડૂતોએ વાહન ખરીદી કરવાનું ટાળ્યું હતું. વલસાડ જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે માત્ર 50 ટકા વાહનોનું વેચાણ થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. સાથે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અને સ્ટીલના ભાવ વધારાની અસર પણ ઓટોમોબાઈલ બિઝનેસમાં દેખાઈ રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. હોન્ડાના ડીલર ભાવેશભાઈ અને શાંતિ મોટર્સના પંકજભાઈ પટેલે દશેરા પર્વનો ચિતાર રજુ કર્યો છે. વેપારીઓને હવે મોટી અપેક્ષા દિવાળીના તહેવાર ઉપર બંધાયેલી છે. ચાલુ વર્ષે જો દિવાળી પણ ફેલ જશે તો ઓટોમોબાઇલ બિઝનેસને મોટો ફટકો પડશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...