તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોન મહામારી:વલસાડ જિલ્લામાં 2 દિવસમાં 27 કોરોના કેસથી ચિંતાનો માહોલ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધુળેટીના પર્વે 14 અને મંગળવારે 13 કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં જ 27 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગત વર્ષે કોરોનાના કહેરની યાદ તાજા થઇ જતાં લોકોમાં ચિંતા અને ડરનો માહોલ ફેલાય રહ્યો છે.જો કે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે કોવિડ-19ના નિયમોનું જડબેસલાક અમલ કરવા અને જો તેમ ન કરે તો દંડનીય કાર્યવાહીના આદેશો જારી કર્યા હતા અને ગભરાયા વિના સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું હતું.

વલસાડમાં ધૂળેટીના દિવસે 9 જેટલા કોરોના પોઝિટિવ કેસ,વાપીમાં 2 અને ઘરમપુરમાં ગુરૂધામ બરૂમાળમાં 3 કેસ મળી આવ્યા હતા.જ્યારે મંગળવારે વલસાડમાં ફરીથી 9 કેસ નોંધાયા હતા.જ્યારે વાપીમાં છરવાડા અને સલવાવમાં 2 કેસ જોવા મળ્યા હતા.આ ઉપરાંત ધરમપુર અને કપરાડામાં એક એક કેસ નોંધાયો હતો.આમ ધૂળેટી દિવસ વલસાડ સહિત જિલ્લામાં 14 કેસ અને મંગળવારે 13 મ‌‌‌ળી 2 દિવસમાં જ કુલ 27 કેસ નોંધાતા ભારે ચકચાર જાગી હતી.જો કે આ સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્રએ આરોગ્ય,આરટીઓ અ્ને પોલીસ સાથે ચેક પોસ્ટ ઉપર સઘન ચેકિંગ આગળ ધપાવ્યું હતુ.

દાનહમાં બે દિવસમાં 22 જ્યારે દમણમાં 6 કેસ પોઝિટિવ કેસ નોંધાયા
દાનહમાં બે દિવસમાં કોરોનાના વધુ 22 કેસ પોઝિટિવ નોંધાતા અહીં કુલ સક્રિય કેસની સંખ્યા 106 થઇ છે.અત્યાર સુધીમાં પ્રદેશમાં કુલ 1681 કેસ રિકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનું મોત થયેલું છે.દાનહમાં બે દિવસમાં 240 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 22નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો.બીજી તરફ દમણમાં પણ હોળી ધૂળેટીના બે દિવસમાં 6 કેસ પોઝિટિવ આવ્યા હતા જે સાથે અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 49 થઇ છે.અત્યાર સુધીમાં દમણમાં 1428 કેસ રિકવર થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો