તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વલસાડ જિલ્લામાં ખેડૂત ખાતેદારોની જમીનોના સેટેલાઇટ રિસર્વેમાં ભારે ગરબડની ફરિયાદો

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જમીનોના ક્ષેત્રફળ અને સ્થાનમાં પણ મોટાપાયે ફેરફાર થતાં ખેડૂતો પરેશાન

જિલ્લામાં 3 વર્ષ પહેલા સરકારે જમીનોના રેકર્ડ દૂરસ્ત કરવા માટે રિસર્વે કરાવ્યું હતું,જેમાં ભારે ગરબડ થતાં ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે.લગાતાર રજૂઆતો,ફરિયાદો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા આ રિસર્વે રદ કરવા માગણી ઉઠી રહી છે.વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને ઉદ્દેશી કલેકટર સમક્ષ આ ક્ષતિઓ દૂર કરવા અને રિસર્વે રદ કરવા દાદ માગી છે.

રાજ્ય સરકારે ખેડૂત ખાતેદારોની જમીનોના રેકર્ડ સુધારણા માટે સેટેલાઇટ રિસર્વે કરાવ્યું હતું.આ સર્વેમાં જમીનોના તૈયાર કરાયેલા નકશાઓને કારણે ખેડૂતોના મહેસુલી રેકર્ડ્સમાં ભારે ખામીઓ જણાઇ આવી હતી.આ ક્ષતિઓ ક્યારેય નહિ સુધરે તેવી માલુમ પડી હતી.ખેડૂત ખાતેદારોની ખેતીની જમીનોના સ્થળ જ બદલાઇ ગયા હતા.ઉપરાંત ખેતીના ક્ષેત્રફળમાં પણ ભારે ફેરફાર થઇ જતાં મૂળ ક્ષેત્રફળ બદલાઇ ગયા હતા.ક્યાંક ક્ષેત્રફળમાં વધારો થઇ ગયો તો ક્યાંક તેમાં ઘટાડો થઇ ગયો હતો.ખાતેદારોના એકબીજાના બ્લોકમાં એન્ટ્રી જણાઇ આવી હતી.

ક્ષેત્રફળમાં વધારો ઘટાડો થવાથી ખેડૂતોની ઉંઘ હરામ થઇ ગઇ હતી.આ ખામીયુક્ત માપણી સુધારવા ખુબ જરૂરી હોવાની માગણી ખેડૂતો લાંબા સમયથી કરી રહ્યા છે.આ મામલે જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શશીકાંત પટેલની આગેવાની હેઠળ સીએમને ઉદ્દેશી કલેકટર આર.આર.રાવલને રૂબરૂ રજૂઆતો કરી સમસ્યાનો ઉકેલ લાવવા દાદ માગી હતી.આ ઉપરાંત ખેડૂતોને વિજળી અનિયમિત રીતે મળતાં મુશ્કેલીઓ ઉભી થઇ હોવાની રાવ કરાઇ છે.

કિસાન સંઘે ખેતી માટે આ મુદ્દે ઉકેલ માગ્યો

 • જમીનોનું રિસર્વે રદ કરો
 • કૃષિ વિજળીમાં ભારે અનયમિતા,દિવસે વિજ પુરવઠો આપો
 • નહેરની આસપાસના તમામ તળાવોમાં નહેરના પાણી ભરો
 • ​​​​​​​બિયારણ,રાસાયણિક ખાતરો,દવાઓના ભાવો નિયંત્રિત કરો
 • ઓદ્યોગિક એકમોને લઇ ખેડૂતો જમીન ગુમાવતા મુસીબત
 • કેરીના પાકને વિમામાં સમાવેશ કરો
 • ખેડૂતોની ખેત પેદાશ માટે એમએસપી નક્કી થવી જરૂરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો