તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વલસાડમાં પરમીટ ધારક રેતીના વેપારીઓની ટ્રકો અટકાવી ધમકી આપવા મામલે સીએમને ફરિયાદ

વલસાડ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • નવસારી ગણદેવીના રેતીવાળાઓ તંત્રને છાવરવા પૈસા આપવા દબાણ કરતા હોવાનો આક્ષેપ

વલસાડ તાલુકામાંથી રેતીનો વેપાર કરવા માટે પરમીટ ધરાવતા હોવા છતાં રેતીના પ્લાન્ટોમાં રેતીનો જથ્તો નહિ નાંખવા નવસારી ગણદેવીના રેતીવાળા સંગઠિત થઇને ટ્રકો અટકાવતાં રોષ ફેલાયો છે.વલસાડના રેતીના વેપારીઓને અલગ અલગ તંત્ર ખાણ ખનિજ,આરટીઓ,પોલિસના ચેકિંગ અને દંડથી બચવા તંત્રને છાવરવા માટે દર મહિને પૈસા આપવા પડે તેવા દબાણ સાથે તેવી ધમકી આપી ટ્રકો અટકાવવાના આક્ષેપ સાથે સીએમ,કલેકટર, આરટીઓ કમિશનર અને ખાણ ખનિજ કમિશ્નર સુધી ફરિયાદ કરવામાં આવી છે.

વલસાડ તાલુકા વિસ્તારમાંથી રેતી કાઢવા પાસ પરમીટ રોયલ્ટી પાસ ધરાવી રેતીનો ધંધો કરનારા ટ્રક માલિકોની ટ્રકોને વલસાડ તાલુકામાં ઉભા કરાયેલા રેતીના પ્લાન્ટોમાં રેતી નાંખવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વલસાડના પ્લાન્ટોમાં નવસારી જિલ્લાના રેતીવાળા વેપારીઓ ધોલાઇ,બીગરીથી રેતી ભરીને નાંખે છે અને આ રેતી મહારાષ્ટ્રમાં વહન કરવામાં આવે છે.

પરંતુ નવસારી જિલ્લાના રેતીવાળાઓ સંગઠન રચીને બીજા વેપારીઓને વલસાડ તાલુકાના રેતીના પ્લાન્ટમાં રેતી નાંખવી નહિ તેવું જણાવી તેમના સંગઠનમાં જોડાઇને પ્રતિ માસ રૂ.3 હજાર આપવા અને આરટીઓ,ખાણખનિજ તથા પોલિસ સહિતના ચેકિંગ અને દંડથી બચવા ભરવા પડશે તેવી ધમકી આપી ટ્રકો અટકાવવા મામલે વિવાદ સર્જાયો છે.વલસાડના જ વેપારીઓની ટ્રકો બહારના જિલ્લાના રેતીવાળાઓ અટકાવતાં ધંધા ઉપર અસર થઇ રહી છે અને અનેક લોકોની રોજીરોટી છીનવાઇ રહી હોવાની રાવ કરાઇ છે.

આ મામલે વલસાડના રેતીના 20 વેપારીઓએ બહારના લોકો ઓવરલોડ ટ્રકો ભરીને રેતીના પ્લાન્ટોમાં નાંખી પૈસાના જોરે તંત્રને છાવરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.જે અંગે વલસાડના વેપારીઓએ સીએમ, કલેકટર, ખાણ ખનિજ, આરટીઓ અને એસપીને ઉદ્દેશી ફરિયાદ કરવામાં આવી છે.

વલસાડમાં રેતીના 11 પ્લાન્ટો ધમધમે છે
વલસાડ તાલુકામાં ભાગડા ભદેલી રોડ, હનુમાનભાગડા, નંદાવલા, ગુંદલાવ, ધમડાચી, કુંડી, સરોધી, ડુંગરી વિસ્તારમાં કુલ 11 જેટલા રેતીના પ્લાન્ટો કાર્યરત છે.જેમાં નવસારી ગણદેવીના રેતીવાળાઓ રેતી નાંખે છે અને વલસાડના રેતીના પરમીટ ધરાવતા વેપારીઓને રેતી નહિ નાખવા દબાણ કરે છે તેવી ફરિયાદ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો