તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્માંતરણ અંગે ફરિયાદ:વલસાડના આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્માંતરણ અંગે ફરિયાદ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા સહકાર ભારતી સંસ્થાના અધ્યક્ષે તપાસની માગ કરી

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.જેમાં આ મામલે તપાસની માગ કરાઇ છે.વલસાડ જિલ્લા સહકાર ભારતીના અધ્યક્ષ વિજય કુમાર ગોયલે સીએમને કરેલી રજૂઆતોમાં જણાવ્યું કે,કપરાડા અને ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારોમાં હિન્દુઓનું ખ્રિસ્તી ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ થઇ રહી છે.

જેમાં હુમલા પણ થયા છે.સીએમ રૂપાણીને કરાયેલી રજૂઆતના વધુના જણાવ્યુ કે આ વિસ્તારના રાજ્ય મંત્રી રમણભાઇ પાટકરે પણ નોંધ લીધી હતી.આ પ્રવૃત્તિ રોકવા માટે જિલ્લા પોલીસ તંત્ર અંકુશ લગાવવામાં નિષ્ફળ અને ઇન્ટેલિજન્સ વિભાગ પણ પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યું નથી.હિન્દુઓના આ ધર્માંતરણની પ્રવૃત્તિ ભૂતકાળમાં થઇ હતી.તે વખતે નક્સલી પ્રવૃત્તિમાં તત્કાલિન એસપી એ.કે.સિંહે નકસલી પ્રવૃત્તિના સૂત્રધાર સીમા હિરાણીને1998માં ઝબ્બે કરી હતી.

કેશુભાઇએ રાજ્યમાં આવી પ્રવૃત્તિ સામે ઝુંબેશ ચલાવી નાબુદ કરવામાં સફળતા મેળવી હતી.ધરમપુર કપરાડા તાલુકામાં હિન્દુ વિસ્તારોમાં ચર્ચો અને દેવળો વધી ગયા છે તેવી રજૂઆતો કરી જિલ્લા સહકાર ભારતીના અધ્યક્ષ વિજય ગોયલે તપાસની માગ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆતો કરી છે.

અન્ય સમાચારો પણ છે...