તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ટ્રકને સ્ક્રેપમાં વેચી વીમો પકવવા ચોરીની ફરિયાદ, ટ્રાન્સપોર્ટર સહિત 5 ઝડપાયા

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પકડાયેલા આરોપીઓ - Divya Bhaskar
પકડાયેલા આરોપીઓ
 • એલસીબીએ મુંબઇ-આગ્રા હાઇવે પર ગોડાઉનથી ટ્રકનો ભંગાર કબજે લીધો, ટ્રાન્સપોર્ટર ટ્રકને સ્કેપમાં વેચવાની ઘટના CCTVમાં કેદ હતી

વલસાડ રૂરલ પોલીસે 11 ડિસેમ્બરે ટ્રાન્સપોર્ટ કંપનીનો સંચાલકે ટ્રકને સ્કેપમાં વેચી નાંખી હોવા છત્તા ખોટી ફરિયાદ કરી હતી. તપાસ કરતા જિલ્લાના ટ્રક ચોરીના 5 ગુનાઓનો ભેદ ઉકેલી સંચાલક સહિત 5ને ઝડપી પાડ્યા છે. વલસાડ રૂરલ પોલીસ મથકે 11 ડિસેમ્બરના રોજ ગુંદલાવ ચોકડી પાસે ગેરેજમાં રિપેરીંગમાં મુકેલી ટ્રક ન. GJ-15-AT-9996ની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ વલસાડ LCBને સોંપવામાં આવી હતી. એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ ટેક્નિકલ એનાલિસિસની ટીમની મદદ મેળવીને તપાસ હાથ ધરી હતી.

સ્કેપ ટ્રક
સ્કેપ ટ્રક

LCBના PSI કે એમ બારીયાને મળેલી બાતમીના આધારે ઘુલીયા ખાતે મુંબઇ-આગ્રા એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રકના સ્કેપના ગોડાઉન સંચાલક હજરત ઉર્ફે રાજુભાઇ મહારાષ્ટ્ર ઘુલીયા ખાતે સ્કેપનું ગોડાઉન સંચાલક છે. તેના ગોડાઉનમાં ટ્રક સ્કેપમાં કટિંગ કરી નાખી હોવાનું જાણવા મળી આવ્યું હતું. LCBની ટીમે સ્કેપના ગોડાઉન સંચાલકની પૂછપરછ કરતા ટ્રકનો મલિકે ટ્રકને સ્કેપ કરવા વેચી હોવાનું જાણવા મળ્યુ હતું. જેમાં ટ્રાસ્પોર્ટ કંપની સંચાલક સહિત 5 આરોપીઓને ઝડપી પાડયા હતા. ટ્રાન્સપોર્ટ સંચાલક નવી ટ્રક ખરીદી કરીને વીમા કંપની પાસે વીમો કરાવતો હતો.

વિમાની પાકતી મુદ્દત પહેલા ટ્રકને સ્કેપના ગોડાઉન પર વેચી નાખતો હતો. વલસાડ જિલ્લામાં આ ટ્રાસ્પોર્ટ સંચાલકે અલગ અલગ કુલ 5 ટ્રક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. LCBની ટીમે ટ્રકની બોડી, સ્કેપનો સામાન મળીને 9.55 લાખ, 4 મોબાઈલ અને કટિંગ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ગેસ કટર સેટ મળી કુલ 9.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની ધડપકડ કરી છે.

વીમો કંપનીને ચૂનો લગાવવાની એમઓ
કપ્તાનસિંઘ દ્વારા તેની ટ્રકને ઘુલીયા ખાતે સ્કેપના ગોડાઉનમાં વેચી નાખવામાં આવી હતી. વીમો પકવવા માટે ગુંદલાવ ચોકડી ખાતેથી ટ્રક ચોરી થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. FIR નોંધાવીને આ ટોળકી વીમો પકાવતી હતી.

પકડાયેલા આરોપીઓ
1.હઝરતઉલ્લા ઉર્ફે રાજુ રહેમતઉલ્લા ખાન, ઉ.વ. 40, રહે ઘુલીયા, સ્કેપ ગોડાઉન સંચાલક 2. અબ્દુલખાન ઉર્ફે પાપા રહેમતઉલ્લા ખાન, ઉ.વ. 40, રહે ઘુલીયા, સ્કેપ ગોડાઉન સંચાલક 3. બકસીસિંઘ આત્મસિંઘ ઢીલોન 4. પવનદીપસિંઘ બક્ષીસિંઘ ઢીલોન 5. કપ્તાનસિંઘ રામનિયાદસિંઘ રાજપૂત, ટ્રાન્સપોર્ટ માલિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો