તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:2 વર્ષ પહેલાં સગાઇ કરી ભોગવ્યા બાદ લગ્નની ના પાડતા દુષ્કર્મની ફરિયાદ

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વલસાડના યુવકે શિપમાં જતા પહેલા દુષ્કર્મ કર્યું હતું

વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં રહેતા માછીમાર સમાજની યુવતી પ્રાર્થના (નામ બદલ્યું છે.) ગામમાં જ રહેતા સતીશ (નામના બદલ્યું છે.) સાથે વર્ષ 2017માં પ્રેમ થયો હતો. પ્રેમ સંબંધથી બંનેના પરિવાર જનો એ વિરોધ દર્શાવ્યો હતો. બંનેના પરિવારના સભ્યો તૈયાર થતા 2 વર્ષ પહેલા પ્રાર્થના અને સતીશની સગાઈ થઈ હતી. સતીશ સ્ટીમરમાં નોકરી મળી જતા 26 ઓક્ટોબરના રોજ સ્ટીમરમાં નોકરીએ જતા પહેલા લગ્ન કરવાની લાલચ આપીને સતીશે પ્રાર્થના સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સ્ટીમરમાં નોકરી કરી પરત આવતા સતીશે પ્રાર્થના સાથે લગ્ન કરવાની ના પાડતા પ્રાર્થનાએ સતીશ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે
યુવતીએ આપેલી ફરિયાદના આધારે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યુ છે. યુવતીનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. યુવકને અને તેના પરિવારના સભ્યોને નિવેદન લેવામાં આવશે. તેના આધારે આગળની તપાસ કરવામાં આવશે. - જી.વી. ગોહિલ પીએસઆઇ, રૂરલ પોલીસ, વલસાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો