પોલીસને સફળતા મળી:વલસાડમાં યુવકનું ફેક ID બનાવી પ્રેમિકાના ફોટો ઉપર બિભસ્ત લખાણ કરી પોસ્ટ કરતા ફરિયાદ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપરાડા જોગવેલના યુવક-યુવતી પરિચયમાં આવ્યા બાદ લગ્ન કરવાના હતા
  • ફેસબુક ઉપર ખોટું આઇડી બનાવનાર આરોપી આખરે ઝડપાયો

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલમાં એક યુવક અને યુવતી પરિચયમાં આવ્યા બાદ પરિવારની સહમતિથી લગ્ન કરવાના હતા તે દરમિયાન કોઇ ઇસમે પ્રેમિકાના ફોટો ઉપર ખરાબ લખાણ મૂકી ફેસ બુક ઉપર ખોટી આઇડી બનાવી પોસ્ટ કરતાં જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં યુવકે ફરિયાદ નોંધાવી હતી.જો કે ગણતરીના કલાકમાં સાઇબર ક્રાઇમ દ્વારા આ ઇસમ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું હતું.

કપરાડા તાલુકાના જોગવેલ ગામે રહેતો મહેસાણા કોલેજમાં એમએ એમએડ કરતો વિદ્યાર્થી જીજ્ઞેશ કરશનભાઇ ચૌહાણ,ઉ.28 વલસાડ ખાતે કૈલાસ રોડ પર રહેતી એક યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો.ત્યારબાદ પરિવારજનોની સહમતિ પણ હોવાથી બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે યુવકની પ્રેમિકાના ફોટો ઉપર ખરાબ લખાણ કરી ફેસ બુક ઉપર ખોટી આઇડી બનાવીને પોસ્ટ મૂકતાં યુવતીના ભાઇએ જોયું હતું.

જેની જાણ યુવતીને કરતા આ વાત યુવતીએ જીજ્ઞેશને કરી હતી.જિજ્ઞેશે તેની પ્રેમિકાના ફોટો ઉપર આવુ કોઇ લખાણ કર્યું નથી અને ફેસ બુક પર મૂક્યું પણ નથી તેવી સ્પષ્ટતા કરી હતી.આ કૃત્ય કોઇ ઇસમે ખોટી આઇડી બનાવી ફેસબુક પર મુકેલું હોવાનું જણાતા જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેને લઇ પોલીસે ટેક્નિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી ચેતન ચૌધરી,ઉ.31,રહે,કંરજવેરીનાને ઝડપી લીધો હોવાનું પોલીસ સૂત્રો દ્વાાર જાણવા મળ્યું હતું.

સાઇબર ક્રાઇમ હેઠળ વલસાડ જિલ્લામાં થતાં ગુનાઓને ડામવા માટે વલસાડ ખાતે ખાસ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે. આ સાઇબર ક્રાઇમ પોલીસમાં નિષ્ણાંત અધિકારીઓ અને કર્મચારીઓ ફરિયાદ મળતાની સાથે જ ઊંડાણ પૂર્વક તપાસ કરી સોશ્યિલ મીડિયા પર વિવાદિત કે બિભસ્ત ફોટો કે સાહિત્ય શેર કરનારાઓ કે પછી ઓનલાઇન છેતરપિંડી કરનારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી દે છે. જેમાં ઘણા કેસમાં આ સાઇબર ક્રાઇમ પોલીસને સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...