વલસાડ શહેરના મોગરાવાડીમાં રહેતા એક 13 વર્ષીય તરૂણ છેલ્લા દોઢ માસથી ગુમ થઇ ગયો હતો.ભારે શોધખોળ છતાં આ તરૂણનો કોઇ પત્તો ન મળતાં પિતાએ તેના પૂત્રનું કોઇ અજાણ્યા ઇસમે અપહરણ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.વલસાડ પાલિકાના મોગરાવાડી ઝોનમાં આવેલા કોટેશ્વર નગરમાં નિકીતા સ્ટ્રીટ, ચાલીમાં રહેતા મૂળ રાજપુર, આઝાદ નગર, થાના, કેસરિયા, જિલ્લા મોતીહારી, બિહારના વતની રવિ ભરતભાઇ શાહનો 13 વર્ષીય પૂત્ર 7 એપ્રિલ 2022ના રોજ સાંજે 5 વાગ્યાથી દેખાયો ન હતો.
પરિવારજનોએ બાળકની આસપાસ અને મિત્રવર્તુળ,સગાસંબંધીઓમાં પૂછપરછ કરી શોધવાના પ્રયાસો કર્યા હતા,પરંતું બાળકનું છેલ્લા દોઢ માસથી કોઇ સગડ મળ્યા ન હતા.છેવટે પિતા ભરતભાઇ મંગનીભાઇ શાહે પોલીસ મથકે તેમના પૂત્ર રવિ,ઉ.13નું 7 એપ્રિલ 2022ના રોજ સાંજે 5 વાગ્યે કોઇ અજાણ્યો વ્યક્તિ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે.જેમાં આ બાળકની ઉંચાઇ 4.5 ફુટ,રંગે શ્યામ,પાતળોબાંધો,કાળા રંગનો ફુલ બાંયનો શર્ટ,જિન્સ પેન્ટ,ગળામા કાળો દોરો જેવી નિશાની પોલીસને આપી છે.આ બાળકની કોઇને ભાળ મળે તો વલસાડ સિટી પોલીસને જાણ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.