ફરિયાદ:પારડીના અંબાચ ગામે ખેડૂતની જમીનના દસ્તાવેજમાં ચાર શખ્સોએ ચેડાં કરતા ફરિયાદ નોંધાઇ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે ચાર શખ્સો સામે પારડી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા અંબાચ ખાતે આવેલી 50 ગુંઠા જમીનના સરકારી કર્મચારીઓની સાંઠગાંઠ વડે ડોક્યુમેન્ટમાં ચેડાં કર્યા હતા. વલસાડ ટાઉન પ્લાનિંગ કચેરીના નિવૃત જુનિયર કલાકની જમીનના 7-12 અને હક પત્ર 6 અ માં નામ નોંધાવી છેતરપિંડી આચરી હોવાની પારડી પોલીસ મથકે FIR નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલા ગોયા તળાવ પાસે રહેતા, દોલત ચીમનભાઈ મૈસૂરિયાની જમીન પારડી તાલુકાના અંબાચ ગામમાં આવેલી છે. 50 ગુઠા જમીનનો જૂનો સર્વે નંબર 408 અને નવો બ્લોક નંબર 2250 વાળી જમીનમાં પારડી મામલતદાર કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ સાથેના આરોપીઓના મેળાપીપણામાં, દોલત મૈસુરીયાની જમીન શાંતાબેન છીબુભાઈ પટેલના નામે વેચાણ કરી હોવાનો ખોટો દસ્તાવેજી પુરાવો તૈયાર કરી, શાંતાબેન છીબુભાઈ પટેલનું નામ જમીનના હક્ક પત્રકમાં દાખલ કર્યું હતું.

તાજેતરમાં દોલત મૈસુરીયા અંબાચ ખાતે આવેલી પોતાની જમીનની 7/12 અને 8 ની નકલ કરાવતા વિનય છીબુ પટેલ, સંજય છીબુ પટેલ અને હેમા છીબુ પટેલના નામની એન્ટ્રી જોઈ ચોંકી ઉઠ્યા હતા. જે અંગે પારડી મામલતદાર અને દસ્તાવેજી રેકોર્ડમાં ચેક કરતા અંબાચ ખાતે આવેલી દોલતભાઈની જમીનમાં સરકારી દફતરે જમા કરેલા દસ્તાવેજોમાં ચેડા કરી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે જમીન માલિક દોલતભાઈ મૈસૂરિયાએ પારડી પોલીસ મથકે FIR નોંધાવી હતી. પોલીસે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...