તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠકમાં હાજરીનો વિવાદ:વલસાડ નગરપાલિકામાં સંકલનની બેઠકમાં બે મહિલા સભ્યોના પતિદેવ હાજર રહેતા વિપક્ષી સભ્ય દ્વારા CO સમક્ષ ફરિયાદ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સભ્યોને સભ્યપદેથી દૂર કરવાની માગ કરવામા આવી

વલસાડ નગરપાલિકાની થોડા દિવસ પહેલા મળેલી સામાન્ય સભા પહેલાની સંકલન બેઠકને લઈ વિવાદ સર્જાયો છે. સંકલન બેઠકમાં BJP અને કૉંગ્રેસના કેટલાક સભ્યો હાજર રહ્યા હતા. જો કે, આ બેઠકમાં બે મહિલા સભ્યોના પતિદેવ પણ હાજર રહેતા વિપક્ષી સભ્ય દ્વારા સવાલ ઉઠાવવામા આવ્યા છે. ચીફ ઓફિસર સમક્ષ ફરિયાદ કરી કાર્યવાહીની માગ કરવામા આવી છે.

વલસાડ નગર પાલિકાના BJPના કેટલાક સભ્યો અને કોંગ્રેસના કેટલાક સભ્યો સાથે પાલિકાની સામાન્ય સભામાં ગુપ્ત બેઠક મળી હતી. જે બેઠકમાં મહિલા સભ્યોના પતિએ તેમની પત્નીના સ્થાને સભાનું સંચાલન કર્યું હતું. આ સભા ચાલી રહી હોવાની જાણ માજી પ્રમુખ અને સસ્પેન્ડ થયેલા સભ્ય રાજુ પટેલને થતા તેઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સમગ્ર ઘટના ઉજાગર કરી હતી. અને કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈના નારા સાથે વિડીયો વાયરલ પણ કર્યો હતો.

પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ નેતા ગિરીશ દેસાઈએ પણ સંકલનની બેઠક અંગે સભામાં નિવેદન આપ્યું હતું. તે સભામાં ગણેલા સભ્યોને કેમ બોલાવવામાં આવ્યા હતા. સંકલનની બેઠકમાં તમામ સભ્યોને કેમ બોલાવ્યા ન હતા. વગેરે પ્રશ્નો પણ બોર્ડમાં ગેરહાજર રહેલા વિપક્ષ સભ્યોએ ઉઠાવ્યા હતા. 1 જુલાઈએ વિપક્ષ મહિલા સભ્ય ઉર્વશી પટેલે સંકલનની બેઠકમાં 2 મહિલા સભ્યોના પતિની ઉપસ્થિતિ અંગે અને તેમના દ્વારા વિવાદિત સભાના સંચાલન અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. 1 જુલાઈએ નગર પાલિકાના COને એક પત્ર લખીને પાલિકાની 2 મહિલા સભ્યોના પતિની પાલિકામાં દરમિયાનગીરી બાબતે લેખિત ફરિયાદ કરીને બંને મહિલાઓના સભ્યપદ દૂર કરવા અંગે રજૂઆત કરી છે.

મારી પાસે આવી કોઈ રજુઆત આવી નથી-COપાલિકાના ચીફ ઓફિસર જે.યુ. વસાવાને આ બાબતે પૂછતાં મારી પાસે આવી કોઈ મૌખિક કે લેખિત જાણ કરવામાં આવી નથી. મને કોઈએ રજુઆત કરી નથી. ટપાલમાં રજુઆત કરી હોય તો મારા ધ્યાને આવી કોઈ રજુઆત આવી નથી.

અન્ય સમાચારો પણ છે...