તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉચાપત:વલસાડના પોસ્ટલ આસિસ્ટન્ટ સામે ફરિયાદ, 7 ખાતાધારકોની બોગસ સહી કરી 10 લાખ રૂપિયા ઉપાડી લીધા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કર્મચારીની ધરપકડ કરી

વલસાડ પોસ્ટ ઓફીસનો પોસ્ટલ આસીસ્ટન્ટ જ ઠગ નીકળ્યો છે. વર્ષ 2018 થી 2020 દરમિયાન 7 બચત ખાતાધારકોના ખાતામાંથી 9.80 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ હેડ પોસ્ટ ઓફિસના અધિકારીને થતા સમગ્ર મામલે ડિપાટમેન્ટલ ઇન્કવાયરી સોંપવામાં આવી હતી. સમગ્ર મામલે પોસ્ટ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવતા આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ઘટનાને લઈને હેડ પોસ્ટ ઓફિસમાં ખાતા ધરાવતા પેન્શનર્સ ચિંતામાં મુકાયા છે.

વલસાડ હેડ પોસ્ટ ઓફીસમાં એક ખાતાધારક પોતાના પૈસા લેવા આવ્યો એ સમયે ખાતામાં જમા રાશિ ન હોવાનું માલુમ પડ્યું હતું. જેને લઈને વલસાડ આસિસ્ટન્ટ પોસ્ટ સુપ્રીડેન્ટ દ્વારા તમામ ખાતાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં વલસાડ હેડ પોસ્ટ ઓફિસના બચત ખાતાઓમાં અલગ અલગ 7 ખાતાધારકોના ખાતામાંથી ખાતેદારોના ખાતામાં મહેનતથી જમા કરેલી બચતના રૂપિયા ખાતાધારકોની જાણ બહાર ઉપડ્યા હોવાનું બહાર આવ્યું હતું.

સમગ્ર મામલે પોસ્ટ વિભાગ દ્વારા તપાસ શરૂ કરતાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સુનિલ ઘનશ્યામ ભાઈ ચાવડાની નોકરીના સમય ગાળા દરમિયાન બનાવ બન્યો હોવાનું પોસ્ટ વિભાગની ખાતાકીય તપાસમાં જાણવા મળ્યું હતું.

સ્ટાફની પ્રાથમિક પૂછપરછમાં પણ સુનિલ ચાવડા દ્વારા જ આ ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને પોસ્ટ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરવામા આવી હતી જેમાં આરોપી સુનિલ ઘનશ્યામ ભાઈ ચાવડાને પોલીસ દ્વારા ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.. કુલ 9,80 લાખ ની ઉચાપતની હાલ ફરિયાદ થઈ છે.. જે પોલીસ તપાસ માં આંકડો વધી પણ શકે છે.

અન્ય સમાચારો પણ છે...