વ્યાજખોરનો આતંક:વલસાડના પારડીમાં શ્રમિકોને વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરનાર સામે ફરિયાદ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદીએ વ્યાજ સહિત મુદ્દલ ચુકવી દીધી હોવા છતા વ્યાજની ઉઘરાણી કરતા ફરિયાદ

વલસાડના પારડી તાલુકામાં શ્રમિકોને ઊંચા વ્યાજે પૈસા આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પારડી પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતા શ્રમિકોને ઊંચા વ્યાજે રૂપિયા આપનાર નરેશ નારાયણભાઈ રાજભોઈની પઠાણી ઉઘરાણી અને નિયમ કરતા વધારે વ્યાજ લેવા બદલ શ્રમિકો અને નાના વેપારીઓ અને પાથરણા સંચાલકો માનસિક શારીરિક ત્રાસ આપી રહ્યો હોવાની ફરિયાદ શ્રમિકોએ પારડી પોલીસ મથકે નોંધાવી હતી. પારડી પોલીસે તપાસ કરતા એક પાથરણા સંચાલકને રૂ 18 હજાર આપ્યા હતા અને તેની સામે 50 દિવસમાં 23,950 રૂપિયા ચૂકવી દીધા બાદ પણ વધુ રૂપિયાની ઉઘરાણી કરતો હોવાનું સામે આવ્યું હતું. નાણાં ધિરાણ કરવાના નિયમ કરતા વધારે ઊંચું વ્યાજ ઉઘરવતો હોવાનું સામે આવતા પારડી પોલીસે આરોપી નરેશ રાજભોઈની અટકાયત કરી ચેક કરતા પારડી પંથકમાં વધુ 2 શ્રમિકો પણ સામે આવતા પારડી પોલીસે તમામની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વ્યાજખોર દર મહિને પણ દરરોજ લેખે વ્યાજની વસૂલાત કરતો હોવાનો ખુલાસો થયો છે. પારડી પોલીસે હાલ વ્યાજખોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રોકડ, હિસાબી રજિસ્ટર અને ફોન કબજે
પારડી શહેરમાં ગેરકાયદે રીતે વ્યાજે નાણાં આપી બળજબરીપૂર્વક નાણાં વસૂલ કરનાર સામે પોલીસ મથકે ગુનો દાખલ કર્યા બાદ પોલીસે વ્યાજખોર નરેશની ધરપકડ કરી છે અને તેનો એક મોબાઇલ ફોન હિસાબી લખેલા કેટલાક રજીસ્ટરો અને રોકડા રૂપિયા 47 હજાર કબજે લીધા છે.

અન્ય સમાચારો પણ છે...