• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Commencement Of Valsad Vadnagar Intercity Express Train Brings Joy To Residents And Commuters Of Valsad And Surrounding Areas

સુવિધામાં વધારો:વલસાડ-વડનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને અપડાઉન કરતા લોકોમાં ખુશીનો માહોલ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલથી ટ્રેન રેગ્યુલર સમયે વલસાડથી વડનગર માટે રવાના થશે

વલસાડ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની માંગણીઓને લઈને અગ્રણીઓએ વલસાડથી વડાપ્રધાનના ગામ વડનગરની એક્સપ્રેસ ટ્રેનની માંગણી કરી હતી. જે બાદ રેલવે વિભાગે ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વલસાડ-વડનગર ઇન્ટરસિટી ટ્રેન 3જી નવેમ્બરના રોજ સવારે 9:15 કલાકે વલસાડથી ટ્રેન રવાના થઈ હતી અને સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવે રાજ્ય મંત્રીના આમંત્રણથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સાંસદ પ્રભુભાઈ વસાવા ટ્રેનને લીલીઝંડી આપી હતી. 4થી નવેમ્બરથી ટ્રેન વલસાડથી સમયસર ઉપડશે તેમ રેલવે વિભાગે જણાવ્યું હતું.

વલસાડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરની એક ટ્રેનની માંગણી વલસાડ જિલ્લા અને આજુબાજુમાં રહેતા અગ્રણીઓ કરી રહ્યા હતા. સવારે ગુજરાત ક્વિન નીકળી ગયા બાદ અમદાવાદ જવા માટે લાંબા સમય બાદ ટ્રેન હોવાથી ઘણા યાત્રીઓ અટવાતા હતા. જેથી ગુજરાત ક્વિન બાદ 1 કલાક પછી વલસાડ-વડનગર એક્સપ્રેસ ટ્રેન મંજુર કરીને રેલવે વિભાગે વલસાડ જિલ્લા અને આજુબાજુના લોકોને દિવાળીની ગિફ્ટ આપી હતી. રેલવે વિભાગ દ્વારા ટ્રેનનું શિડયુલ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ વડનગર ઇન્ટર સીટી ટ્રેન 2જી નવેમ્બરથી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી.

વલસાડ વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન 3જી નવેમ્બરના રોજ સવારે 9:15 કલાકે વલસાડથી ટ્રેન રવાના થયા બાદ સુરત ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સાંસદ પ્રભુભાઈ વસાવા સુરત ખાતે 10 કલાકે ટ્રેનનું સ્વાગત કરી લીલી ઝંડી બતાવી ટ્રેનનું લોકાર્પણ કરી લોકો માટે ટ્રેનને ચાલુ કરવામા આવી હતી. 4થી નવેમ્બરથી ટ્રેન વલસાડ રેલવે સ્ટેશનથી સમયસર વલસાડ રેલવે સ્ટેશનથી વડનગર માટે શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...