તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Commencement Of Vaccination Of People Above 18 Years Of Age In Sangh Pradesh Daman, First Day Saw Enthusiasm Among The Youth

રસીકરણ:સંઘપ્રદેશ દમણમાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોના રસીકરણનો પ્રારંભ, પ્રથમ દિવસે યુવાઓમાં ઉત્સાહ જોવા મળ્યો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાઓએ રસી મુકાવી કોરોના સામેની લડાઈમાં યોગદાન આપ્યું

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માં આજ રોજ થી 18 થી 44 વર્ષના લોકો માટે વેક્સીન શરુ થઈ ગઈ છે. પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ દમણ ના રસી કારણ સેન્ટર અને દાદરા નગહવેલી ના ઉપર વેક્સીન મેળવી શકે છે .

દમણ જિલ્લા કલેક્ટર ડોક્ટરરાકેશ મિન્હાસ દ્રારા ત્રણે વેક્સીન સેન્ટરની મુલાકાત કરવામાં આવી હતી, ઍમની સાથે પુલિસ વડા અમિક કુમાર, ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખ પણ હાજર રહ્યા હતા.

દમણના સાર્વજનિક સ્કૂલ, ભીમપોર સરકારી સ્કૂલ અને ડાભેલની સ્વામી નારાયણ સ્કૂલ માં 18 પ્લસના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે.વેક્સીન સેન્ટર ઉપર દમણના ઓળખ પત્ર અને વેક્સીન રજીસ્ટ્રેશન નુ કાગળ જોયા પછી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.પ્રથમ તબક્કામાં દર રોજ 750 જેટલા લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...