કોરોના વોરિયર્સને બુસ્ટર ડોઝ:વલસાડ જિલ્લામાં પોલીસ જવાનોની સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ હેડકવાર્ટર પર પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ જવાનોએ કોવિડ ગાઈડ લાઈનના પાલન સાથે રસીનો બુસ્ટર ડોઝ લીધો

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જિલ્લામાં પોલીસ જવાનોને કોરોનાના બુસ્ટર ડોઝ આપવાની કામગીરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હાથ ધરવામાં આવી હતી. વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહભેર કોરોના રસીનો બુસ્ટર ડોઝ લીધો હતો.

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસમાં 830 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ વલસાડ જિલ્લામાંથી જાહેર થતા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ જવાનોની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કોરોના રસીના કોવેક્સિનના બુસ્ટર ડોઝ આપવાનું આરોગ્ય વિભાગની ટીમના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ જવાનોએ કોવેક્સિનનો બુસ્ટર ડોઝ લેવા માટે પોલીસ જવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલોસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ જવાનોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉભા રહીને નોંધણી કરાવી આરોગ્ય વિભાગની ટીમ પાસે બુસ્ટર ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...