તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ ઘટાડવા પ્રયાસ:વલસાડ જિલ્લામાં કોવિડ-19ના નિયમોનો ભંગ કરનારા તત્‍વો સામે સખત કાર્યવાહી હાથ ધરવા કલેક્ટરની સૂચના

વલસાડએક મહિનો પહેલા
 • જિલ્લામાં કોરોના સંક્રમણની પરિસ્‍થિતિ સંદર્ભે સમીક્ષા બેઠક મળી

રાજ્‍ય અને જિલ્લામાં કોરોના સંક્રમણની પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજી અમલીકરણ અધિકારીઓને તાત્‍કાલિક સખત કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.

જિલ્લામાં ઠેરઠેર આકસ્‍મિક ચેકિંગ કરવામાં આવશે

આ બેઠકમાં કલેક્‍ટર રાવલે કોવિડ-19ના નિયમોનો ભંગ કરનારા બેદરકાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે, એમ જણાવી જિલ્લામાં જો કોઇપણ નાગરિક મોલ, થિયેટર, જીમ કે કોઇપણ પ્રકારની સંસ્‍થાઓમાં જયાં પણ કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ થતો માલૂમ પડે તો આવી ગુનાહિત બેદરકારી દાખવનારા સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવા સંબધિત પોલીસ અધિકારીઓ અને સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટને તાકીદ કરી હતી. નાયબ કલેકટર સ્‍ટેમ્‍પ ડયુટી જયોતિબા ગોહિલને તેમની સ્‍ક્‍વોર્ડ દ્વારા જિલ્લામાં ઠેરઠેર આકસ્‍મિક ચેકિંગ કરી આવા બેદરકાર તત્‍વો સામે સખત પગલા પણ લેવા તાકીદ કરી હતી.

જિલ્લામાં પ્રવેશવાના તમામ રસ્‍તાઓ ઉપર 100% સ્‍ક્રીનીંગ થાય અને અન્‍ય રાજ્‍યમાંથી આવનાર વ્‍યકિત જો કોરોના RTPCR ટેસ્‍ટ નેગેટીવ નહીં ધરાવતો હોય તો તેઓને પ્રવેશ આપવામાં આવશે નહિં. એટલું જ નહિં જો કોઇપણ વ્‍યકિત કે વાહન અનઅધિકૃત રીતે નિયમોનો ભંગ કરી જિલ્લામાં પ્રવેશતા માલૂમ પડશે તો તેમના વાહન ડીટેઇન કરી તેવી વ્‍યકિતની પણ અટક કરી જરૂર જણાયે ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે તેવી ચેતવણી પણ રાવલ દ્વારા આપવામાં આવી છે. જિલ્લામાં તમામ પ્રવાસન સ્‍થળો પર સહેલાણીઓ માટે અન્‍ય આદેશ ન થાય ત્‍યાં સુધી અવર-જવર ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખવા અને આવા સ્‍થળો પર આ આદેશોની અમલવારી માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ કરનાર એકમોને સીલ મારવામાં આવશે

બેઠકમાં રાવલે જિલ્લામાં આવેલ તમામ મોટા ધાર્મિક સ્‍થળો ઉપર કોઇપણ જાતની ભીડભાડ ન થાય, કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્‍ત પાલન થાય તથા માસ્‍ક વિના કોઇને પ્રવેશ ન અપાય અને સોશિયલ ડીસ્‍ટન્‍સનો 100% અમલ થાય તે જોવાની જવાબદારી જે તે મંદિરના વહીવટકર્તાઓની રહેશે. આ બાબતે કોઇપણ ચૂક જણાશે તો ધાર્મિક સ્‍થળના વહીવટકર્તાઓ સામે જવાબદારી નક્કી કરવાની ફરજ પડશે એમ પણ જણાવ્‍યું હતું. આ ઉપરાંત વેપારી/ વાણિજય/ ઔદ્યોગિક એકમોમાં માસ્‍ક પહેરવામાં નહીં આવે, સોશીયલ ડિસ્‍ટન્‍સનું પાલન નહીં કરવામાં આવે અને કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ થતો માલૂમ પડશે તો આવા એકમોને રોગચાળા નિયંત્રણ કાયદાની જોગવાઇઓને ધ્‍યાને લઇ સીલ મારવાની પણ ફરજ પડશે. જિલ્લામાં સક્ષમ સત્તાધિકારીની પરવાનગી વિના કોઇપણ પ્રકારના મેળા, જુલુસ, સભા, ક્રિકેટ મેચ તથા અન્‍ય મનોરંજક કાર્યક્રમો થતા હોવાનું જો ધ્‍યાને આવશે તો પોલીસને આવા લોકોની સામે કાયદાકીય પગલા લેવા માટે જણાવ્‍યું હતું.

સ્‍વૈચ્‍છિક રાત્રીના બંધમાં વેપારી અગ્રણીઓએ હકારાત્‍મક પ્રતિસાદ આપ્‍યો

કોરોના સંક્રમણની સ્‍થિતિમાં નિયંત્રણ સારૂ જિલ્‍લા કલેકટરે તમામ વેપારી મહામંડળોને સ્‍વૈચ્‍છિક રીતે રાત્રીના 8:00 વાગ્‍યા પછી ધંધાકીય એકમો, દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી. જેને વેપારી અગ્રણીઓએ હકારાત્‍મક પ્રતિસાદ આપ્‍યો હતો, જેને રાવલે સરાહનીય ગણાવ્‍યો છે. ચાલુ માસની 1લી એપ્રિલથી 45 વર્ષથી ઉપરની ઉંમરના તમામ નાગરિકોને કોરોનાની રસી આપવાનું મોટા પાયે અભિયાન ચાલી રહયું છે. ત્‍યારે પાત્રતા ધરાવનાર સૌ કોઈ નાગરિકો ભયમુકત થઈ પોતાની સુરક્ષા માટે અવશ્‍ય રસી લે અને એ માટે જિલ્લાની જાહેર જનતાને કલેક્ટરે અપીલ કરી છે. રસીકરણ માટે કોઈ પણ સંસ્‍થા, સમાજ, કો.ઓ. હાઉસિંગ સોસાયટી પોતાના વિસ્‍તારમાં જાહેર જનતાના લાભાર્થે જો રસીકરણનો કેમ્‍પ યોજવા માંગતા હોય તો મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, જિલ્લા પંચાયત, વલસાડનો સંપર્ક સાધવા જણાવાયું છે.

કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી રક્ષણાત્‍મક પગલા લેવા માટે સીવીલ હોસ્‍પિટલ વલસાડના ડો. ડી. આર. મકવાણાને દર્દીઓ માટે જરૂરી બેડની વ્‍યવસ્‍થા કરવા અને મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી મનોજ પટેલને કોરોના કેસના પરીક્ષણ માટે જરૂરી એન્‍ટીજન ટેસ્‍ટની કીટ અને RTPCR કીટની વ્‍યવસ્‍થા કરવા તેમજ વલસાડ મ્‍યુનિસિપલ હોસ્‍પિટલ અને વાપીની કામદાર રાજય વીમા યોજના હોસ્‍પિટલમાં જરૂરી કોવિડ સેન્‍ટર ઊભા કરવા જરૂરી કાર્યવાહી કરવા પણ જણાવ્‍યું હતું.બીજા રાજ્‍ય કે જિલ્લામાંથી આવતા કોઇપણ વ્‍યક્‍તિ વલસાડ જિલ્લામાં આવશે અને વહીવટી તંત્રને જાણ નહીં કરે અને પછી તે પોઝિટિવ મળશે તો તેમની સામે એપેડેમિક એક્‍ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ઔદ્યોગિક એકમોમાં SOPનું ચુસ્‍તપણે પાલન થાય તેની પણ પૂરતી તકેદારી રાખવાની

આ ઉપરાંત બહારગામથી આવતા કોઇપણ હોટલ, ગેસ્‍ટહાઉસ કે રેસ્‍ટહાઉસમાં રોકાણ કરનારા દરેક વ્‍યક્‍તિની ફરજિયાતપણે નોંધ કરી તેની જાણ પોલીસ વિભાગને કરવાની રહેશે. આ લિસ્‍ટ આરોગ્‍ય વિભાગને આપવાનું રહેશે. નોડલ અધિકારીઓએ દર અઠવાડિયે મીટિંગ યોજી આરોગ્‍ય વિભાગની કામગીરીની સમીક્ષા તેમજ વેક્‍સિનેશન સેન્‍ટરની મુલાકાત કરવાની રહેશે. ઔદ્યોગિક એકમોમાં SOPનું ચુસ્‍તપણે પાલન થાય તેની પણ પૂરતી તકેદારી રાખવાની રહેશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત, વલસાડના પ્રાંત અધિકારી નીલેશ કુકડીયા, સ્‍ટેમ્‍પ ડયુટીના નાયબ કલેકટર જયોતિબા ગોહિલ, વલસાડ નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો