વલસાડ જિલ્લાના મતદારોમાં મતદાનની જાગૃતિ કેળવાય અને લોકો વધુને વધુ મતદાન કરે તેવા ઉદ્દેશ્યથી રવિવારે ચૂંટણી અધિકારી અને કલેકટરે સાયકલ મેરેથોનનું આયોજન કર્યું હતું.જેમાં સાવલસાડ શહેરની કોમર્સ કોલેજ કેમ્પસથી 70 જેટલા સાયકલ સવારોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 1 ડિસેમ્બર 2022ના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થઈ મુક્ત મને મતદાન કરી શકે તેવા પ્રયાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા વલસાડમાં સાયકલ મેરેથોન યોજી હતી.
આ સાયકલ મેરેથોનમાં જિલ્લાની કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ,પ્રોફેસર ો અને શિક્ષકો, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, સ્વીપના નોડલ અને ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી- પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા જોડાયા હતા. આ સાયકલ સવારો દ્વારા હુ વોટ કરીશ, અવસર લોકશાહીનો, મારો મત મારો અધિકાર અને લોભ-લાલચ વગર નિર્ભયતાથી મતદાન કરો જેવા પ્લે કાર્ડો સાથે સાયકલ સવારો શહેરના ભાગડાવડા-દાદીયા ફળિયાથી ધોબીતળાવ થઈ આઝાદચોક, સ્ટેડિયમ રોડ, બસ સ્ટેન્ડ, ધરમપુર રોડ, આરપીએફ ચોકડી, નનકવાડા હાલર રોડથી પસાર થઈ અંતે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા જ્યાં આ મેરેથોન પૂર્ણ થઈ હતી. મેરેથોન દરમિયાન શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.