સંઘપ્રદેશમાં સખ્તાઈ:દમણમાં કોરોનાના નવા 17 કેસ નોંધાતા કલેકટરે અંકુશો લગાવ્યા, પ્રાથમિક શાળા અને આંગણવાડી બંધ કરવા આદેશ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ પૂર્ણ કરનાર વ્યક્તિઓને દમણમાં પ્રવેશ અપાશે
  • દમણની કંપનીઓ દુકાનો અને હોટલમાં માસ્ક ફરજિયાત

વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા 17 કોરોના સંક્રમીત દર્દીઓની જાહેરાત કર્તાની સાથે દમણનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું હતું. 6ઠી જાન્યુઆરીથી નવી સૂચના ન મળે ત્યાં સુધી દમણની પ્રાથમિક શાળાઓ અને આંગણવાળી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે દમણ વિસ્તારમાં દમણમાં બહારથી આવતા તમામ લોકોનું રસી સર્ટી ચકાસવામાં આવશે. રસીના 2 ડોઝ મેળવનાર યાત્રીઓને જ દમણમાં પ્રવેશ મળશે. સાથે દમણમાં આવેલ ઔદ્યોગિક એકમો દુકાનો અને હોટલોમાં માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે. માસ્ક વગર ફરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાનો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.

દમણના રસીકરણ કેન્દ્રો ઉપર કોરોના રસીનો બીજો ડોઝ લેવામાં બાકી રહેલા લાભાર્થીઓએ રસી મુકાવી લેવા અપીલ પણ કરી છે. દમણ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં સંક્રમણ અટકાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આવેલા તમામ ઔદ્યોગિક એકમોમાં 6 જાન્યુઆરીથી કડકાઇથી ચેકીંગ હાથ ધરી રહ્યો છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં કોરોના સંક્રમણ અટકાવવા નાઈટ કરફ્યુ અમલમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે દમણના બીચ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જેને લઈને દમણમાં બુધવારે એક સાથે 17 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેને લઈને દમણ જિલ્લા કલેક્ટર દ્વારા ગુરૂવારથી પ્રાઇમરી શાળાઓ અને આંગણવાડી બંધ રાખવાનો આદેશ કર્યો છે. સાથે દમણમાં સહેલાણીઓએ 2 રસીનું સર્ટી હોય તેવા સહેલાણીઓને દમણમાં પ્રવેશ આપશે સાથે કારમાં કે અન્ય વાહનોમાં કે કંપનીમાં હોટલમાં તમામે યોગ્ય રીતે ફેસ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. કોવિડની SOP અનુસરવી પડશે. જોકોઈ સહેલાણીઓ કોવિડ SOPનો ભંગ કરતા જણાશે તો નિયમ મુજબ દંડ વસુલવામાં આવશે તેમ દમણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...