તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડમાં 2017-18માં ભાજપ શાસકોએ અમૃતમ યોજના હેઠળ અબ્રામા રોડના ફોરલેન બ્યુટિફિકેશન અને નવીનીકરણ માટે મૂકેલા પ્રોજેક્ટ માટે સરકારે રૂ.3 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.આ પ્રોજેકટ પર કામગીરી શરૂ થતાં કલેકટર આ પ્રોજેક્ટના સ્થળ પર પહોંચી સૂચનાઓ આપી હતી.હવે ટૂંક દિવસોમાં શહેરને પોશ એરિયાના આ રોડના નવા રંગરૂપ જોવા મળશે.
વલસાડ શહેરના પરાસમાન પોશ એરિયા અબ્રામા રોડ બ્યુટિફિકેશન માટે 2017માં તત્કાલિન પ્રમુખ સોનલબેન સોલંકીના નેતૃત્વ હેઠળના ભાજપ શાસકોએ અમૃતમ યોજના હેઠળ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.જે માટે સરકાર દ્વારા અર્બન ટ્રાન્સપોર્ટેશન હેઠળ રૂ.3 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત મંજૂર થઇ હતી.જેની સાથે જ આ રોડને પહોળો બનાવવા માટે 1 વર્ષ પહેલા ડે.કલેકટર જ્યોતિબા ગોહિલે આરએન્ડબીના અધિકારીઓ પાલિકા અધિકારીઓની ટીમ સાથે રોડના દબાણો દૂર કરી લાઇનદોરી કરી દીધી હતી.
હવે તે પ્રોજેક્ટ અતર્ગત સીઓ જે.યુ.વસાવા, વર્તમાન શાસકો અને પ્રમુખ કિન્નરીબેન પટેલ,સિટી ઇજનેર હિતેશ પટેલ દ્વારા આ કામગીરીને આગળ વધારવામાં આવી રહી છે.આ પ્રોજેક્ટ હેઠળ ફુટપાથ, સ્ટ્રીટલાઇટ, પ્લાન્ટેશન, સાયકલ ટ્રેક જેવી સુવિધાની કામગીરી પાલિકાએ શરૂ કરતાં કલેકટર આર.આર.રાવલે પ્રજાની સુવિધાના પ્રોજેકટને લઇ સ્થળ નિરીક્ષણ કરી કામોનો તાગ મેળવ્યો હતો.જેમાં ડે.કલેકટર જ્યોતિબા ગોહિલ,પાલિકા સીઓ જે.યુ.વસાવા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.અબ્રામા ઝોનમાંથી પસાર થતો રેલવે ઓવરબ્રિજથી ધરમપુર ચોકડી સુધીનો ફોરલેન બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ,ધારાસભ્ય ભરતભાઇ પટેલ દ્વારા સરકારે મંજૂર કરેલી રૂ.2.20 કરોડ જેટલી માતબર ગ્રાન્ટ હેઠળ 7 માર્ચ 2019ના રોજ ખાતમુહૂર્તવિધિ સંપન્ન કરી હતી.
સિનીયર સિટીઝનો બેઠકો, બાળકો માટે પ્લેસેન્ટર
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં સિનીયર સિટીઝનો માટે બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરાયું છે.ઉપરાંત બાળકો માટે પ્લે સેન્ટર તૈયાર કરાઇ રહ્યું છે.દિવાળી ટાંકણે શહેરીજનોને વિકાસની ભેટ ઉપલબ્ધ થઇ રહી છે.જેનું કલેકટર આર.આર.રાવલે નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું.આ કામગીરીનું મેઇન્ટેનન્સ થાય તે માટે ખાનગી સંસ્થાઓને જોતરવા માટે પ્રયત્નો કરાશે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.