તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ઠંડીનો પારો 14 ડિગ્રી, મહત્તમ 35 ડિગ્રી થતાં દિવસે ગરમાટો, હવામાં ભેજની માત્રા 11 ટકા વધીને 63 ટકાએ પહોંચી

વલસાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડમાં રવિવારે ઠંડીનો પારો 14 ડિગ્રીએ પહોંચતાં રાત્રિથી સવાર સુધી ઠંડીનો માહોલ જામ્યો હતો.મળસ્કેથી કડકડતી ઠંડી બાદ સૂર્યોદય પછી ઠંડક ઓછી થઇ હતી અને દિવસે મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોંચી જતાં બપોરે 1 થી 3 દરમિયાન ગરમાટો વ્યાપી ગયો હતો. વલસાડ જિલ્લામાં ઠંડીનો ચમકારો છેલ્લા એક સપ્તાહથી અકબંધ રહ્યો છે.રાત્રે 10 વાગ્યા પછી ઠંડીમાં વધારો શરૂ થઇને સવાર સુધી કડકડતી ઠંડીના કારણે શિયાળાની ઋતુની અનુભૂતિ વધુ તેજ બની રહી છે.જો કે મહત્તમ તાપમાન 33 થી 35 ડિગ્રી વચ્ચે ફરતો રહેતાં દિવસ દરમિયાન ગરમાટો પણ અનુભવાય રહ્યો છે.

રવિવારે ઠંડીનો પારો 14 ડિગ્રીએ નોંધાયો હતો.જ્યારે મહત્તમ તપમાન 35 ડિગ્રી નોંધાતા બપોર દરમિયાન ગરમીની અનુભૂતિ લોકોએ કરી હતી.આ સાથે હવામાં ભેજનું પ્રમાણ 52 ટકાથી વધીને 63 ટકા થઇ જતાં ઠંડી સાથે ભેજ અને દિવસે ગરમીથી રાત દિવસ દરમિયાન મિશ્ર વાતાવરણનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસ જેવું વાતાવરણ પણ પણ જોવા મળી રહ્યું છે. થોડા દિવસોમાં ઠંડી વધશે એવુ હવામાન વિભાગના તજજ્ઞો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો