તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફુલગુલાબી ઠંડી:વલસાડમાં ઠંડીનો પારો 11 ડિગ્રીએ હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા થયું

વલસાડ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મહત્તમ તાપમાન 31 ડિગ્રી છતાં દિવસે પણ ઠંડક

વલસાડ જિલ્લામાં છેલ્લા 2 સપ્તાહથી ઠંડીનું વાતાવરણ જામ્યું હતું.રવિવારે પણ ઠંડીનો પારો 11 ડિગ્રી સુધી નીચો ઉતરી જતાં ઠંડીથી લોકો ઠુઠવાયા હતા.મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયો હોવા છતાં ભેજના કારણે દિવસ દરમિયાન પણ ઠંડક રહી હતી.જેના પગલે જિલ્લામાં ઠંડીનું વાતાવરણ અકબંધ રહ્યું હતું. વલસાડ જિલ્લામાં શિયાળાની ઋતુ જાન્યુઆરીમાં ત્રીજા સપ્તાહ સુધી ઠીક રહ્યું હતું,પરંતુ જાન્યુઆરીના ચોથા સપ્તાહથી ફેબ્રુઆરીના ચાલૂ સપ્તાહ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું.રવિવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો 11 ડિગ્રીએ પહોંચી જતાં વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.

ફુલગુલાબી ઠંડીના કારણે લોકોમાં આનંદનો અહેસાસ જોવા મળ્યો હતો.બીજી તરફ મહત્તમ તાપમાનના પારો 31 ડિગ્રી નોંધાયો હતો અને હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા નોંધાતા દિવસ દરમિયાન પણ વાતાવરણમાં ઠંડક રહી હતી.છેલ્લા બે દિવસથી હવામાન ઠંડું રહેતાં શિયાળાની ઋતુનો મનમોહક મિજાજના પારખા લોકો કરી રહ્યા છે.છેલ્લા થોડા દિવસોથી સવારે અને રાત્રે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે લોકો ગરમીનો પણ અનુભવ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો