તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:વલસાડમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ,મહત્તમ 34.5 ડિગ્રી, રાત્રિએ ઠંડીનો માહોલ, દિવસે ગરમાટો

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વલસાડમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.શનિવારે ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી નીચો ઉતરી જતાં રાત્રિથી સવાર સુધી કડકડતી ઠંડીનું વાતાવરણ અનુભવાયું હતું.આ સાથે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતાં દિવસ દરમિયાન ગરમીનો માહોલ જોવા મળ્યો હતો.વલસાડ જિલ્લામાં શિયાળાની ઋતુ અંત તરફ જઇ રહી છે તે સંજોગોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.શુક્રવારે લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયા બાદ બીજા દિવસ શનિવારે અડધો ડીગ્રી નીચો જઇને 10 ડિગ્રીએ પહોંચી જતાં રાત્રિથી સવાર સુધી કડકડતી ઠંડીથી લોકો ઠુઠવાયા હતા.

જ્યારે છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન પણ વધી જતાં દિવસે ગરમી વધી ગઇ હતી.શનિવારે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકોએ ગરમાટો અનુભવ્યો હતો.આ સાથે વાતાવરણમાં ભેજની માત્રામાં પણ બે દિવસથી વધારો નોંધાયો હતો.શુક્રવાર અને શનિવારે હવામાં ભેજનું પ્રમાણ 92 ટકા સુધી પહોંચી જતાં ઠંડીની તીવ્રતામાં વધારો થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો