તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાળાનો પ્રારંભિક તબક્કો:વલસાડમાં શિયાળાના પ્રારંભે ઠંડીનો પારો, તાપમાન 13 ડિગ્રી

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિઝનના સૌથી નીચા તાપમાન વચ્ચે ઠંડીનો પ્રથમ ચમકારો

વલસાડ જિલ્લામાં શિયાળાના પ્રારંભિક તબક્કામાં જ ઠંડીનો કાતિલ ચમકારો જોવા મળ્યો છે.મળસ્કેથી સવાર સુધી કડકડતી ઠંડીના પગલે ચાલૂ સિઝનમાં અત્યાર સુધીમાં ઠંડીનો પારો ગગડીને 13 ડિગ્રીએ નીચું ઉતરી જતાં લોકોમાં ધ્રુજારો પેસી ગયો હતો.નવેમ્બરની શરૂઆતમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયા બાદ રવિવારે 13 ડિગ્રી તાપમાન અંકે થયું હતું.

વલસાડમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની ખુલ્લી જગ્યાઓ અને આંબાવાડી,ખેતરો ધરાવતા વિસ્તારોમાં રાત્રિથી સવાર સુધી ઠંડીનો તીવ્ર ચમકારાએ લોકોને ધ્રુજવી દીધાં હતા.નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સૌથી નીચું 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું,ત્યારબાદ હવે ફરીથી તેમાં વધુ નીચું તાપમાન ગગડીને 13 ડિગ્રી પર ઉતરી જતાં મ‌‌ળ‌સ્કેથી સવાર સુધી કડકડતી ઠંડીથી લોકો થથરી ઉઠ્યા હતા.ઠંડીના આ પ્રથમ તીવ્ર ચમકારાથી લોકોને ભારે ધ્રજારાનો અહેસાસ થયો હતો.

વલસાડમાં ભેજ પણ સિઝનનું સૌથી ઉંચું, મહત્તમ તાપમાન 33 ડિગ્રી
વલસાડમાં ભેજનું પ્રમાણ પણ સિઝનનું સૌથી ઉંચું 67 ટકા નોંધાયું હતું.શનિવારે ભેજ 50 ટકા નોંધાયા બાદ તેમાં 17 ટકાનો વધારો નોંધાયો હતો.જ્યારે મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી પર સ્થિર થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો