વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં CNG ગેસ પમ્પ સંચાલકો દ્વારા વર્ષ 2017થી કમિશનમાં માત્ર 20 પૈસા વધારાની માંગણી પર કંપનીઓએ યોગ્ય નિર્ણય કર્યો નથી. જેથી ગુજરાત રાજ્ય યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર્સ ઓફ ગુજરાત અને CNG ફ્રેંનચાઈઝ એસોસિએશનના અગ્રણીઓ સાથે ગાંધીનગરમાં કંપનીના અગ્રણીઓ સાથે મળેલી એક બેઠકમાં 30 માર્ચ સુધી કંપની સંચાલકોએ નિર્ણય કરવા માટે મુદ્દત માંગી હતી. જેને લઈને એસોસિએશનના અગ્રણીઓએ 30 માર્ચ સુધી CNG પમ્પની હડતાળ.મોકૂફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી રીક્ષા ચાલકો અને વાહન ચાલકો નિર્ણયથી અજાણ રહેતા CNG પમ્પ ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.
વલસાડ જિલ્લા CNGનું માર્જીન કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી થતું હોય છે. જે દર 2 વર્ષે CGD કંપની અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રિટેલ એગ્રીમેન્ટ રીન્યુ કરવાના સમયે વેપારમાં થતાં ખર્ચને ધ્યાનમાં લઈને વધારવામાં આવે છે. માર્જિનમાં આ વધારો છેલ્લે 2017માં એગ્રીમેન્ટ સમયે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, આજ દિન સુધી માર્જીનમાં વધારો કરાયેલ નથી. આ સામે આ સમયગાળામાં વેપારમાં ખર્ચનું પ્રમાણ ઘણું વધી ગયું છે. તે સ્થિતિ ખૂબ ગંભીર છે.
પેટ્રોલિયમ મિનિસ્ટર દ્વારા 1લી નવેમ્બર 2021થી માર્જીન વધારવાના નિર્દેશ છત્તા આજ દિન સુધી કોઈ માર્જીન કંપનીઓને વારંવાર રજુઆતો કરવા છતાં વધેલ નથી. CNG રિક્ષા ચાલકોની માગણી ઉપર સરકારને ધ્યાન આપીને રિક્ષા ભાડા માં ભાડા દરમા રુ.13ના રુ.20 જેમાં ધરખમ વધારો કરી આપેલ છે. જ્યારે CNG વિક્રેતાઓને વ્યાજબી માગણી ઉપર આંખ આડા કાન કરી કંપની માંર્જીન નથી વધારી રહી. 5 વર્ષોમાં ખર્ચાઓનું પ્રમાણ સતત વધતું હોવાથી વેપારમાં નાણાકીય ખેંચ ખૂબ વધી ગઇ છે. આવા સંજોગોમાં કંપની દ્વારા એગ્રિમેન્ટ રીન્યુ ન થાય તો CNG વિક્રેતા આકરા પગલા લેવા ઉપર મજબૂર થયા હતા. અને રાજ્યમાં 3જી માર્ચથી CNG પમ્પ સંચાલકો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.