તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી સુવિધા:વલસાડમાં CNG સિટી બસ દોડતી થશે

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની લાંબા સમયની દરખાસ્ત બાદ 64 લાખની ગ્રાન્ટ મંજૂર

વલસાડ શહેરમાં સિટી બસની સુવિધા માટે શહેરીજનોના સ્વપ્ન સાકાર થઇ રહ્યા છે.શહેરી વિકાસ વિભાગે વલસાડ નગરપાલિકાને સિટી બસના સિંચાલન માટે 7 જેટલી સીએનજી સિટી બસ ફાળવવાની દરખાસ્તને લીલીઝંડી આપી દીધી છે.

વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ પરિવહન યોજના હેઠળ સિટી બસ ચલાવવા માટે ગુજરાત મુખ્ય કારોબારી અધિકારી,ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા 7 સીએનજી બસો માટે અંદાજિત રૂ.63.88 લાખની મંજૂરી મેળવવા દરખાસ્ત કરાઇ હતી.સિટી બસ માટે વલસાડ નગરપાલિકાના ભાજપ શાસકો દ્વારા ઘણાં વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા હતા.વલસાડ પાલિકાની દરખાસ્તના પગલે પ્રાદેશિક નગરપાલિકા ઝોન કચેરીના કમિશ્નર દ્વારા બસ પરિવહન યોજના માટે શહેરી વિકાસ વિભાગને દરખાસ્ત મોકલાઇ હતી.

આ અંગે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના સુવિધાના સુધારા ઠરાવ 2018માં દર્શાવ્યા મુજબ રાજ્ય સરકારે આપવાના થતાં બસ સંચાલનના નુકસાનીની રકમના 50 ટકા અનુદાનની રકમ પ્રતિ કિમી રૂ.12.50ની મર્યાદામાં મળવાપાત્ર છે અને ઠરાવ મુજબ વલસાડ નગરપાલિકા માટે મહત્તમ 16 સિટી બસ મળવાપાત્ર હતી.

આ સંદર્ભે વલસાડ માટે પ્રાદેશિક કમિશ્નરે 7 જેટલી સીએનજી બસોની દરખાસ્તનો પત્ર મોકલ્યો હતો.જેને શહેરી વિકાસ વિભાગ,ગાંધીનગર દ્વારા મંજૂરી મળી જતાં વલસાડના શહેરીજનોની વર્ષોનું સ્વપ્ન સાકાર થશે. તો બીજી તરફ વાપી પાલિકા દ્વારા પણ અનેક વખત સિટી બસ દોડવવા માટેનો આયોજન કરાયું હતું. જોકે, હજુ સુધી શહેરીજનોને આ સુવિધા મળી નથી.

વર્કઓર્ડર, ઓપરેટ કરવાની પ્રક્રિયા કરવા આદેશ
શહેરી વિકાસ વિભાગે વલસાડ શહેર માટે 7 સીએનજી સિટી બસ મંજૂર કરી છે.જે માટે તાત્કાલિક આ સંદર્ભે ઇ-ટેન્ડરિંગ કરવાની સૂચના આપી છે.આ સાથે સિટી બસને ઓપરેટ કરવાની તમામ પ્રક્રિયા હાથ ધરવા આદેશ કરવામાં આવ્યો છે.તેના માટે વર્કઓર્ડરની નકલ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને રજૂ કરવા તથા બસ સંચાલન શરૂ કરાતા ગ્રાન્ટની રકમનો પ્રથમ હપ્તો રિલીઝ કરવામાં આવશે તેવી શહેરી વિકાસ વિભાગે જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...