કપરાડા તાલુકામાં ઘણી એવી શાળાઓ જર્જરિત અને ખંડેર અવસ્થામાં પડી છે.સરકાર દ્વારા જર્જરિત ઓરડા તોડીને નવા બનાવવાની મંજૂરી આપી છે પરંતુ નવા ઓરડા માટે એક પણ રૂપિયો મંજૂર કરાયો નથી. કોઠાર મુખ્ય પ્રાથમિક શાળામાં કુલ 7 રૂમ અંત્યન્ત ખંડેર અને જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી ને કારણે કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જાય શકે છે અને 155 બાળકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
નવા ઓરડા બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી માટે શાળાના આચાર્ય દ્વારા તા. 31.7.2020 ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વલસાડને રજુઆત કરી, તા. 29.10.2020 ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરી. આ ઉપરાંત ધારાસભ્ય થતા નવા મંત્રીને પણ લેખિત રજુઆત કરી તેમ છતાં નવા ઓરડા માટેની ગ્રાન્ટ ફાળવાઇ નથી જેને લઇ નવા ઓરડા આજ દિન સુધી બન્યા નથી. ત્યારે જર્જરિત શાળા ગમે ત્યારે ધરાશયી થવાની સંભાવનાથી બાળકોના માથે જોખમ તોળાઈ રહ્યું છે.
જર્જરિત શાળાના 7 ઓરડા માટે 2015 થી સ્કૂલના સ્ટાફે તંત્રને વારંવાર રજુઆત કરી છે પરંતુ તંત્રના પેટનું પાણી સુધ્ધા હાલતું નથી અને 8 વર્ષ વીતી ગયા છતાં નવા ઓરડા બન્યા નથી. આ કોઠાર ગામના આદિવાસી વાલીઓના બાળકોની કમનસીબી કહી શકાય. જો શહેરમાં જર્જરિત શાળા આવેલી હોત તો ક્યારની તેની જગ્યા ઉપર આલીશાન શાળાનું મકાન બની જતે. પરંતુ ગરીબ મા બાપના બાળકો માટે કોણ બેલી તેવું સ્થાનિક આદિવાસીઓ જમાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.