તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સરીગામ GIDCમાં સર્વાઈવલ કંપનીમાં બ્લાસ્ટનો મામલો, કંપનીને ક્લોઝર નોટિસ અપાઈ

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે બ્લાસ્ટ થતા 1 કામદારનું મોત, 5 કામદાર ઘાયલ થયા હતા
  • GPCB અને જિલ્લા સેફ્ટી ઓફિસરે કંપનીની મુલાકાત લીધી

વલસાડ જિલ્લાના સરીગમ GIDCમાં આવેલી સર્વાઇવલ કંપનીમાં સોમવારે બ્લાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટ થતા આજુબાજુના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ GIDC સેફટી ઓફિસર, GPCB અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સેફટી ઓફિસર તરફથી કંપનીને ક્લોઝર નોટિસ આપવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. અચાનક બ્લાસ્ટ થતા આજુબાજુની કંપનીઓમાંથી કામદારો દોડી આવ્યા હતા. સર્વાઇવલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 5 કામદારો ઘાયલ થયા હતા. જ્યારે 1 કામદારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ સરીગમ GIDC, ઉમરગામ GIDC અને વાપી GIDCના ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કંપનીના સંચાલકોએ ફાયર ફાઈટરની ટીમને પણ કંપનીમાં પ્રવેશ આપ્યો ન હતો.

સરીગામ કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની જાણ ભિલાડ પોલીસની ટીમને થતા તાત્કાલિક પોલીસ કંપની પાસે પહોંચી ગઈ હતી. બનાવ અંગે જિલ્લા સેફટી ઓફિસર અને GPCBના અધિકારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે તેઓ પહોંચ્યા હતા.સેફ્ટી ઓફિસર તરફથી કંપનીને ક્લોઝર નોટિસ આપવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.B

અન્ય સમાચારો પણ છે...