ઉદાસીનતા:વલસાડ સ્ટેશને ઇસ્ટ ટિકિટ બારી બંધ કરતા દૈનિક 5 હજાર યાત્રીને ચકરાવો

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રેઇટ કોરિડોર માટે ટિકિટ બારીને તાળા લાગ્યા, વેસ્ટ ઝોનની 40 હજારની વસતીને હાલાકી

વલસાડ રેલવેના પૂર્વ દિશામાં ઇસ્ટ યાર્ડ અને મોગરાવાડી તથા અબ્રામા ઝોનના હજારો લોકોના પરિવારમાંથી બહાર ગામ અપડાઉન કરતા સભ્યોને છેલ્લા ઘણા સમયથી ટિકિટ માટે ઓવરબ્રિજ ક્રોસ કરીને કે નવા પ્લેટફોર્મ ઉપર ગોઠવેલી બારી સુધી ચઢ ઉતર કરીને લંબાવુ પડી રહ્યું છે.જેના કારણે પરિવારજો અને નોકરીધંધા કરતા વ્યવસાયકારો,શાળા કોલેજોના વિદ્યાર્થીઓ,બહાર ગામની શાળાઓમાં નોકરી કરતા શિક્ષકો,સુરત સચીન જીઆઇડીસીમાં નોકરી કરનારાઓ તથા તેમના પરિવારજનોને ભારે તકલીફ ભોગવવી પડી રહી છે.

રેલવે ફ્રેઇટ કોરિડોર પ્રોજેકટ હેઠળ વલસાડ રેલવે સ્ટેશન નજીકથી પસાર થઇ રહેલી રેલવે લાઇન અને ઓવરબ્રિજની કામગીરી માટે ઇસ્ટ ટિકિટ બારીને તાળા મારી દેવામાં આવ્યા હતા.તે દરમિયાન કોરોનાકાળના કારણે આ ટિકિટ બારીની ઉપયોગીતા રહી ન હતી,પરંતું કોરાના બાદ હવે ટ્રેન વ્યવહાર છેલ્લા લગભગ 6 માસથી ફુલ સ્પીડે ચાલૂ થઇ જતાં હવે વલસાડ રેલવે સ્ટેશનની પૂર્વ દિશાની ટિકિટ બારી ફરી ચાલૂ કરવા માગણી ઉઠી છે.

વૃદ્ધો, મહિલાઓ માટે પિડાદાયક સ્થિતિ
રેલવે સ્ટેશનની પૂર્વ દિશામાં ફેલાયેલા મોગરાવાડી અને અબ્રામા ઝોનના હજારો પરિવારોના સિનીયર સિટિઝન્સ ,મહિલાઓ અનેબાળકોને પણ નજીકની બંધ કરાયેલા ટિકિટ ઘરમાથી હવે ટિકિટ મળતી બંધ થતાં ઓવર બ્રિજો ઓળંગીને મુખ્ય ટિકિટ બારી સુધી આવતાં હાલાકી ભોગવવી પડી રહી છે.જેને તાત્કાલિક જૂનું ટિકિટ ઘર જે ઇસ્ટમાં હતું તે ખુલ્લું કરવું હિતાવહ છે.

મોગરાવાડી-અબ્રામાના મુસાફરને ભારે મુશ્કેલી
વલસાડમાં પૂર્વ દિશામાં મોગરાવાડી અને અબ્રામા ઝોનના હજારો લોકો માટે ટિકિટ લેવા ટિકિટ ઘરનુ નિર્માણ કરવા અમોએ રજૂઆતો કરતા સફળતા મળી હતી અને ટિકિટ ઘર બન્યું હતું.હવે ડીએફસીસી પ્રોજેકટમાં રિજ બનાવવા માટે આ ટિકિટ બારી બંધ કરાઇ હતી,હવે ટિકિટ ઘર ફરીથી ચાલૂ થવું જરૂરી છે. - ઝાકિર પઠાણ, કાઉન્સિલર,અબ્રામા

અન્ય સમાચારો પણ છે...